Site icon hindi.revoi.in

દેશમાં અહીંયા બનશે દેશનું સૌપ્રથમ અત્યાધુનિક બસ પોર્ટ, વાઇફાઇથી લઇને મોબાઇલ ચાર્જિંગ સુધીની દરેક સુવિધાઓ હશે

Social Share

કટરા:  વૈષ્ણૌદેવીના લાખો શ્રદ્વાળુઓ માટે એક આનંદના સમાચાર છે. સરકાર હવે કટરા રેલવે સ્ટેશનની સામે એરપોર્ટ જેવું અત્યાધુનિક અને ડિજીટલ સુવિધાઓથી સજ્જ બસ ડેપો બનાવવા જઇ રહી છે. બસ પોર્ટમાં તીર્થયાત્રીઓ માટે રેસ્ટોરાં, મોબાઇલ ચાર્જિંગથી લઇને વાઇફાઇ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કાર તેમજ બસ પાર્કિંગ ઉપરાંત ડ્રાઇવર-કંડકટરના રોકાણ માટે મોટેલ હશે. દેશનું સૌ પ્રથમ કટરા મોર્ડન બસ પોર્ટ ઓગસ્ટ 2022 સુધીમાં નિર્મિત થઇને તૈયાર થઇ જશે.

રાષ્ટ્રીય રાજમાર્ગ અને અવસંરચના વિકાસ નિગમ લિમિટેડની તરફથી કટરા મોર્ડન બસ પોર્ટ માટે નિયુક્ત કન્સલટન્ટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કર્યો છે. બસ પોર્ટની ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડિસેમ્બર સુધી બનીને તૈયાર થશે અને નવા વર્ષે રિપોર્ટ બનાવવાનું કામ પણ શરૂ થશે. બસ પોર્ટ NHAIDCL પોતાના રૂપિયાથી બનાવી રહ્યું છે. જો કે ઉત્તમ સુવિધાઓ અને તેના યોગ્ય સંચાલનની જવાબદારી ખાનગી એરપોર્ટ્સને સોંપાશે.

કટરા બસ પોર્ટને 30 એકરથી વધારે જમીન પર બનાવાશે. તેના માટે 620 કરોડ રૂપિયાનો અંદાજીત ખર્ચ થશે. કટરા રેલવે સ્ટેશનથી આ બસ પોર્ટ 150 મીટરના અંતરે સ્થિત હશે. જેનો લાભ સડક પરિવહન સિવાય ટ્રેનથી આવનારા તીર્થ યાત્રી પણ લઇ શકશે. બસ પોર્ટની કોર્મશિયલ દુકાનોમાંથી 10 ટકા સ્થાનિક MSME માટે રહેશે. તેનાથી એ પ્રદેશના યુવાવર્ગ માટે રોજગારીનું સર્જન થશે અને ક્ષેત્રીય ઉદ્યમીઓના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગને પણ ગતિ અને બળ પ્રાપ્ત થશે.

કટરા મોર્ડન બસ ડેપોમાં હોટલોમાં કેટલાક કલાક સુધી રહેવાની વ્યવસ્થા પણ કરાશે. તેમાં તીર્થ યાત્રીઓ રોકાણ કરી શકશે. અહીંયા તીર્થ યાત્રીઓને બાથરૂમ, ટોયલેટ, લોકર જેવી સવલતો મળશે. આ માટે તેઓએ આખા દિવસનું ભાડું આપવું નહીં પડે. ઓનલાઇન બસ ટિકિટ પણ મળશે. વાઇફાઇની સુવિધા પણ મળશે.

(સંકેત)

Exit mobile version