1. Home
  2. revoinews
  3. જમ્મૂ કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 4.0ની તીવ્રતાનો ભૂકંપ
જમ્મૂ કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 4.0ની તીવ્રતાનો ભૂકંપ

જમ્મૂ કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 4.0ની તીવ્રતાનો ભૂકંપ

0
  • 14-16 જૂન બાદ ફરીથી આજે જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના આંચકા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 84 કિલોમીટર દૂર

જમ્મૂ-કાશ્મીરમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. સવારે અંદાજે 8.59 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 84 કિલોમીટર દૂર રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ વાતની જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે અગાઉ 14 થી 16 જૂનની વચ્ચે પણ જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે અત્યારસુધી કોઇ જાનહાનિની જાણકારી પ્રાપ્ત થઇ નથી. 16 જૂનના રોજ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ કટરાથી 85 કિમી દૂરના અંતરે હતું અને ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી.

16 જૂનના જ રોજ સવારે 7 વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન પાસે હતું. અગાઉ 8 ઓક્ટોબર, 2005ના રોજ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પાસે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં બંને દેશમાં 80,000થી વધારે લોકોના મોત થયા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.