Site icon Revoi.in

એશિયન-આફ્રિકન દેશોમાં પ્રદૂષણ-ધૂળથી હિમાલયનો બરફ પીગળી રહ્યો છે, વૈજ્ઞાનિકો ચિંતિત

Social Share

દિલ્હી:  હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય કહી શકાય. એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે આ બરફ પીગળી રહ્યો છે. એક નવા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પશ્વિમી હિમાલયના ઉંચા પર્વતો ઉપર ઉડતી ધૂળ બરફ પીગળવાના મુખ્ય કારણોમાંથી એક છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નેચરલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે બરફથી ઢંકાયેલા પહાડો ઉપર ઉડતી ધૂળના કારણે બરફ પીગળવાની પ્રક્રિયા ઝડપી બની છે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે ધૂળ સૂર્યપ્રકાશને શોષિત કરે છે. જેના કારણે આસપાસના ક્ષેત્ર ગરમ થાય છે અને બરફ ઓગળે છે.

સંશોધનમાં એવી માહિતી પણ આપવામાં આવી છે કે આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં સેંકડો માઇલ દૂરથી ઉડતી ધૂળ વધારે ઉંચાઇ પર ઉતરવાને કારણે હિમાલય ક્ષેત્રનો બરફ પીગળવાની ક્રિયા પર વ્યાપક અસર થઇ રહી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની પેસેફિક નોર્થવેસ્ટ નેશનલ લેબના વૈજ્ઞાનિક યૂં કિયાને આ દાવો કર્યો છે.

તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ઝડપથી પીગળી રહેલો બરફ એક ચિંતાનો વિષય છે. નિયમિત બરફ પીગળવો એ પણ પ્રાકૃતિક પરિસ્થિતનો ભાગ છે. ગ્લેશિયરમાંથી જે મીઠુ પાણી વહીને નીચે ઉતરે છે તે જ નદીઓના રૂપમાં વહે છે.

(સંકેત)