Site icon hindi.revoi.in

એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમનું સફળ પરીક્ષણ, DRDO ચીફે કહ્યું – વાયુસેના વધુ સમર્થ બનશે

Social Share

નવી દિલ્હી:  ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનએ 9 ઑક્ટોબરે દેશની પ્રથમ એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમ 1 (Anti Radiation Missile Rudram)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેને ભારતીય વાયુસેનાના એસયૂ-30 MKI ફાઇટર પ્લેનથી લૉન્ચ કરવામાં આવી હતી.

આ સફળ પરીક્ષણ પર ડીઆરડીઓના પ્રમુખ જી.સતીષ રેડ્ડીએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું હતું કે તેનાથી વાયુસેના વધુ સશક્ત થઇ જશે.

DRDOના પ્રમુખે જણાવ્યું કે, પ્લેનથી એન્ટી રેડીએશન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જ્યારે તેને લૉન્ચ કરવામાં આવી તો તે હવામાં કોઈ પણ વિકિરણ તત્વ શોધી લે છે. ત્યારબાદ તેની પર હુમલો કરીને તેને સંપૂર્ણ પણે નષ્ટ કરી દે છે. તેઓએ વધુમાં કહ્યું કે, અમે તેના કેટલાક વધુ ટેસ્ટ કરવાના છીએ. એકવાર જ્યારે ટેસ્ટ પૂરા થઈ જશે તો તેને વાયુસેનામાં સામેલ કરતાં વાયુસેના વધુ સશક્ત થશે. તે દુશ્મનને ધૂળ ચટાડી દેશે.

આ મિસાઇલની ખાસિયત એ છે કે નવી પેઢીની આ એન્ટિ રેડિએશન મિસાઇલ લાંબા અંતરથી વિવિધ પ્રકારના શત્રુ રડારો, વાયુ રક્ષા પ્રણાલીઓ અને સંચાર નેટવર્કોને નષ્ટ કરી શકે છે. મિસાઇલ રૂદ્રમ-1 ભારતની પહેલી સ્વદેશ નિર્મિત વિકિરણ રોધી શસ્ત્ર પ્રણાલી છે. મિસાઇલને વાયુસેનામાં સામેલ કરવા માટે તેને SU-30 MKI ફાઇટર પ્લેનોની એક બેચ સાથે જોડવામાં આવશે.

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, રૂદ્રમે પૂરી ચોકસાઈથી વિકિરણ લક્ય્ પર નિશાન સાધ્યું અને પરીક્ષણથી લાંબા અંતર સુધી હવામાં પ્રહાર કરનારી વિકિરણ રોધી મિસાઇલો વિકસિત કરવાની ભારતની ક્ષમતા સાબિત થઈ છે.

(સંકેત)

Exit mobile version