1. Home
  2. revoinews
  3. જુઓ 4.5 લાખ રૂપિયાના હિરાજડિત માસ્કની ચમક ! સુરતમાં થાય છે તેનું વેચાણ
જુઓ 4.5 લાખ રૂપિયાના હિરાજડિત માસ્કની ચમક ! સુરતમાં થાય છે તેનું વેચાણ

જુઓ 4.5 લાખ રૂપિયાના હિરાજડિત માસ્કની ચમક ! સુરતમાં થાય છે તેનું વેચાણ

0
  • વિવિધ આકાર અને રંગવાળા માસ્ક હીરા જડીને બનાવાઈ રહ્યા છે માસ્ક
  • 1.50 લાખથી અધધ કિંમત સુધીના મળી રહ્યા છે માસ્ક
  • સોના બાદ હિરાના માસ્કનું આકર્ષણ

કોરોનાની વાત આવે એટલે માસ્ક પહેલા આવે. કોરોનાથી બચવા માટે માસ્ક હવે જાણે કે જીવનનું અનિવાર્ય અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે માસ્કની અનિવાર્યતાને ધ્યાનમાં રાખતા લોકો વેપારીઓ નવા નવા માસ્કનું વેચાણ કરી રહ્યા છે. થોડાક સમય પહેલા પૂનામાં સોનાનું માસ્ક વાયરલ થયું હતું. સોનાના માસ્ક બાદ હવે સુરતમાં વેચાતા હિરાજડીત માસ્ક તમારી આંખોમાં ચમક અવશ્ય લાવી દેશે. સોનાના વધતા ભાવથી જ્વેલરી બિઝનેસ ઘટ્યો છે ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સે હવે હિરાજડિત માસ્ક વેચવાનો કીમિયો શોધી નાખ્યો છે.

ડાયમંડ સિટી તરીકે પ્રચલિત સુરતમાં હવે હિરાજડિત માસ્કનું વેચાણ થઇ રહ્યું છે. સુરતના લોકો પણ કપરા સમયમાં લક્ઝરી શોધી રહ્યા છે અને આ પ્રકારના હિરાજડિત માસ્કની ખરીદી કરી રહ્યા છે. થોડા સમય પૂર્વે પૂનામાં એક વ્યક્તિના સોનાથી મઢેલા માસ્ક એ ચારે તરફ ચર્ચા જગાવી હતી ત્યારે હવે ડાયમંડ સિટી સુરતમાં હિરાજડિત માસ્ક ટ્રેન્ડિંગ છે. આ માસ્કની કિંમત 1.5 લાખથી 4 લાખ રૂપિયા સુધીની છે.

આ અંગે વાત કરતા હિરાજડિત માસ્કનું વેચાણ કરતાં જ્વેલરી શોપના માલિકનું કહેવું છે કે, “કોરોનાને કારણે લાગૂ કરાયેલા લૉકડાઉન દરમિયાન અને બાદમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. આથી અમે વિવિધ આકાર અને રંગવાળા માસ્ક હીરા જડીને અલગ અલગ પ્રકારના સ્કેચ તૈયાર કરાવ્યા. જે હાલ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સુરતમાં આ પ્રકારના હિરાજડિત માસ્ક બનાવતા જ્વેલર્સ જણાવે છે કે, થ્રી લેયર અને N95 માસ્ક હિરા જડવા માટે શ્રેષ્ઠ છે. અમે માસ્ક પર હિરાથી ડિઝાઇન બનાવીને તેને શણગારીએ છીએ. પ્રથમ અમે માસ્ક પર સોનાની પાતળી કાસ્કિટ ફિટ કરીએ છીએ અને પછી તેમાં હિરા લગાવીએ છીએ. સિન્થેટિક ડાયમંડના માસ્ક એકથી દોઢ લાખમાં વેચાય છે જ્યારે રિયલ ડાયમંડના માસ્ક 4.5 લાખ રૂપિયામાં વેચાય છે. ગ્રાહકોના બજેટ પ્રમાણે દરેક માસ્કમાં 150 થી 400 હીરા લગાવીએ છીએ.

આવા માસ્ક બનાવતા અન્ય એક જ્વેલર્સે જણાવ્યું કે ગ્રાહકોને ખુશ રાખવા માટે નવી-નવી ડિઝાઇનો બનાવતા રહેવું પડકારજનક છે. N95 માસ્ક પર હિરા જડવા કઠીન છે. હિરા લગાવતી વખતે તકેદારી રાખવી પડે છે, જેથી માસ્ક ધોઇને ફરીથી ઉપયોગમાં લેવાય ત્યારે કોઇ નુકસાન ના થાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.