Site icon hindi.revoi.in

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝીટીવ, ટવિટ કરી આપી માહિતી

Social Share

– દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસ પોઝીટીવ
– ખુદ ટવિટ કરી આપી આ અંગે જાણકારી
– સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમના ટેસ્ટ કરાવા અપીલ

મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ખુદ ટવિટ કરીને આ અંગે માહિતી આપી કે, તે કોરોના પોઝિટિવ છે અને હાલમાં તેઓ આઇસોલેશનમાં છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ડોકટરોની સલાહ મુજબ સારવાર લઈ રહ્યા છે. ફડણવીસે હાલના દિવસોમાં સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમના ટેસ્ટ કરવા જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં ઘણા રાજકીય નેતાઓ કોરોના વાયરસનો ભોગ બની ચુક્યા છે. સંક્રમણના કારણે કેટલાક નેતાઓના મોત પણ નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 7,347 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં શુક્રવારે તેના કુલ કેસ વધીને 16,32,544 થયા હતા. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીએ આ માહિતી આપી હતી.અને તેમણે કહ્યું કે, રાજ્યમાં દિવસ દરમિયાન કોવિડ -19 ના વધુ 184 દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 43,015 પર પહોંચી ગયો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, 13,247 દર્દીઓ સાજા થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી, જેના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા દર્દીઓની સંખ્યા વધીને 14,45,103 થઈ છે. રાજ્યમાં હાલમાં 1,43,922 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે રાજ્યની રાજધાની મુંબઇમાં કોરોના વાયરસ સંક્રમણના 1,470 નવા કેસ નોંધાયા છે અને વધુ 48 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ સાથે મહાનગરમાં કેસની કુલ સંખ્યા વધીને 2,48,802 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 10,009 થઈ છે.

(દેવાંશી)

Exit mobile version