1. Home
  2. revoinews
  3. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કાશ્મીરમાં નવા 6 પુલોનું કર્યું ઇ-ઉદ્વાટન
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કાશ્મીરમાં નવા 6 પુલોનું કર્યું ઇ-ઉદ્વાટન

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કાશ્મીરમાં નવા 6 પુલોનું કર્યું ઇ-ઉદ્વાટન

0
  • જમ્મૂમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને 6 નવા પુલોનું નિર્માણ પૂર્ણ કર્યું
  • રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સથી પુલોનું ઇ-ઉદ્વાટન કર્યું
  • 43 કરોડ રૂપિયાના ખર્ચે આ 6 પુલોનું થયું નિર્માણ

જમ્મૂમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવા 6 પુલોના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ છ નવા પુલોનું ઉદ્વાટન કર્યું છે. રક્ષા મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ પુલોનું ઇ-ઉદ્વાટન કર્યું છે. 43 કરોડ રૂપિયાના ખર્ચે આ 6 પુલોનું નિર્માણ થયું છે.

પુલોના ઉદ્વાટન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મને આ કહેતા ગર્વ થાય છે કે સીમા પર દુશ્મનો દ્વારા સતત થઇ રહેલા યુદ્વવિરામના ઉલ્લંઘન છત્તાં આ પુલોનું નિર્માણ સમયસર પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ છ પુલોમાંથી ચાર પુલ અખનૂર સેક્ટરમાં છે જ્યારે બાકીના બે જમ્મૂમાં છે. આ પુલો પર પરિવહન શરૂ થયા બાદ બોર્ડર વિસ્તારો સુધી જોડાણ વધુ સુગમ બનશે. જરૂર પડે સેનાને બાય રોડ પણ સરળતાપૂર્વક ખસેડી શકાશે. આ સમગ્ર પુલોની લંબાઈ ૩૦ મીટરથી ૩૦૦ મીટર સુધીની છે. 

પુલોના ઉદ્ઘાટન સમયે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહ્યા હતા. BROએ લેહ પાસે ત્રણ પુલ બનાવ્યા છે. આ પુલો લશ્કરી વ્યૂહરચનાની દ્રષ્ટિએ ભારત માટે અત્યંત મહત્વના છે. કારણ કે ચીન સાથે વિવાદ સર્જાય ત્યારે આ પુલોની મદદથી સેનાની ટેન્કો સરળતાપૂર્વક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી સરળતાથી પહોંચાડી શકાશે. 

આ અવસર પર બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO)ના ડાયરેક્ટર BRO ચીફ લેફ્ટિનેન્ટ જનરલ હરપાલ સિંહે જણાવ્યું કે ૧૭ પુલ બનાવવામાં આવી રહ્યા છે જેમાંથી છ પુલ તૈયાર થઈ ગયા છે. પાંચ પુલનું કામ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. તે સિવાયના બાકીના છ પુલ માર્ચ ૨૦૨૧ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ છ પુલોમાંથી ચાર અખનૂર સેક્ટરમાં છે, જેમાં પલાની બ્રિજ, ધોડા બ્રિજ ફાડીવાળા બ્રીજ સહિતના બ્રીજનો સમાવેશ થાય છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.