
LAC પર સ્થિતિની સમીક્ષા કરવા રક્ષામંત્રી અને આર્મી ચીફ લદ્દાખ જશે
- લેહ-લદ્દાખ પર પરિસ્થિતિની સમીક્ષા કરવા રક્ષા મંત્રી અને આર્મી ચીફ લેહ-લદ્દાખ જશે
- રક્ષામંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ નરવાણે LAC પર સ્થિતિની સમીક્ષા કરશે
- સેનાની ચીન સામેની તૈયારીની કરાશે સમીક્ષા
લેહ-લદ્દાખ પર સ્થિતિની સમીક્ષા કરવા માટે રક્ષા મંત્રી રાજનાથસિંહ અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે શુક્રવારે લેહ-લદ્દાખ જશે. તેઓ લાઇન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ પર સ્થિતિની સમીક્ષા કરશે. આપને જણાવી દઇએ કે ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ભારત ચીન સાથે વાતચીત કરી રહ્યું છે તેમ છત્તાં ચીન શાંતિની ભાષા સમજી નથી રહ્યું. ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની તૈનાતી વધારી દીધી છે.
ભારતે પણ ચીનની ચાલનો જડબાતોડ જવાબ આપવા માટે સેનાને સજ્જ રાખી છે. સેનાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ-લદ્દાખની મુલાકાત લેશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ જોડાશે. અગાઉ પણ આર્મી ચીફ લેહ-લદ્દાખની મુલાકાત કરી ચૂક્યા છે.
ચીન વાતચીતથી હલને બદલે LAC પર આક્રમક વલણ અપનાવી રહ્યું છે તેને જોતા પૂર્વિય લદ્દાખમાં સુરક્ષાની હાલની સ્થિતિ શું છે તેની આર્મી ચીફ સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે, બોર્ડર સાથે જોડાયેલી ગલવાન ઘાટી, પેંગોંગ ત્સો, ડેપસાંગ પ્લેન્સ અને હોટ સ્પ્રિંગ્સમાં ચીન સેનાને આક્રમક વલણ દેખાડ્યું છે. ભારત તરફથી પણ બોર્ડર એરિયામાં ચીનની તૈનાતી જેટલાં જ સૈનિકો પોસ્ટ કર્યાં છે. આ સિવાય ચીને LAC પાસેના વિસ્તારમાં જે પ્રકારે હથિયાર અને યુદ્ધનો સામાન જમા કર્યો છે તેને જોતા ભારતની તૈયારી પણ સંપૂર્ણ છે.
(સંકેત)