Site icon hindi.revoi.in

કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જ રિવ્યૂ પણ થઇ શકે છે, જલ્દી રસી મળવાની શક્યતા

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર હવે કોરોના વાયરસ વેક્સીનના રોલિંગ રિવ્યૂનો નિર્ણય કરી શકે છે. ખાસ કરીને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને જલ્દી ઉપલબ્ધ કરાવવા માટે આ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. UKમાં પહેલાથી જ રસી એક્સીલેરેટેડ રિવ્યૂમાં છે જેથી વેક્સીનના અપ્રુવલને ઝડપી બનાવી શકાય. કોરોના વેક્સીન માટે બનેલા નેશનલ એક્સપર્ટ ગ્રૂપના વરિષ્ઠ અધિકારીએ તેના સંકેત આપ્યા છે. ભારતમાં ઓક્સફોર્ડ રસીની ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે. આ ટ્રાયલ અન્ય દેશો કરતાં ભારતમાં ઓછી સેમ્પલ સાઇઝ પર થઇ રહ્યું છે.

કેવી રીતે થાય છે વેક્સીનનું રોલિંગ રિવ્યૂ

કોઇ વેક્સીનના રોલિંગ રિવ્યૂથી રેગ્યુલેટર તેના ક્લિનિકલ ટ્રાયલના ડેટા રિયલ-ટાઇમ બેઝિઝ પર જાણવા મળે છે. સામાન્યપણે કંપનીઓ પહેલાથી વેક્સીનનું ટ્રાયલ કરે છે, પછી તેનો ડેટા રેગ્યુલેટરને મોકલે છે. રોલિંગ રિવ્યૂમાં ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોયા વગર અલગ-અલગ ભાગમાં તપાસ કરાય છે. ઇમરજન્સીમાં વેક્સીનને મંજૂરી મળી શકે છે પરંતુ રોલિંગ રિવ્યૂથી વેક્સીનની મંજૂરી પ્રોસેસ વધારે ઝડપી બની જાય છે. જેમાં નિયમનકારને ફેઝ 3 ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોવી પડતી નથી.

હાલમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનકા રસીની યુકે અને બ્રાઝિલમાં ટ્રાયલ થઇ રહી છે. તેનો ડેટા પણ ભારતના રેગ્યુલેટર સાથે શેર કરવામાં આવી રહ્યો છે. કારણ કે યુકેમાં મેડિસિંસ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી સંભવિત વેક્સીનને રોલિંગ રિવ્યૂ કરી રહી છે. કંપની ભારતમાં પણ આ પ્રોસેસની માંગ કરી શકે છે.

નોંધનીય છે કે હાલમાં જ SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે વેક્સીનને શરૂઆતની ટ્રાયલમાં જ સારા પરિણામ મળ્યા છે. પરંતુ સરકાર એ જાણવા માંગે છે કે વેક્સીન ભારત બહાર થઇ રહેલા ફેઝ 3 ટ્રાયલમાં કેવું પરફોર્મન્સ કરી રહી છે.

(સંકેત)

Exit mobile version