1. Home
  2. revoinews
  3. પ.બંગાળ અને ઝારખંડ બાદ આ રાજ્યની સરકારે પણ લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવ્યું
પ.બંગાળ અને ઝારખંડ બાદ આ રાજ્યની સરકારે પણ લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવ્યું

પ.બંગાળ અને ઝારખંડ બાદ આ રાજ્યની સરકારે પણ લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવ્યું

0
  • દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો, કેસ 5 લાખને પાર
  • મહારાષ્ટ્ર સરકારે પણ લોકડાઉન 31મી જુલાઇ સુધી લંબાવ્યું
  • જો કે લોકડાઉનમાં કેટલીક છૂટછાટો આપવામાં આવશે

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ ચિંતાજનક સ્થિતિમાં વધુ એક રાજ્યએ લોકડાઉન લંબાવ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 5 લાખને પાર થઇ ચૂકી છે એવામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર એ અનલોક ન અપનાવતા રાજ્યમાં 31 જુલાઇ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્ર સરકારના મિશન બિગેન અગેન હેઠળ જારી કરેલા નિર્દેશ મુજબ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં બિનજરૂરી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે જ બજારોમાં ઓડ-ઇવન વર્તમાન વ્યવસ્થાને યથાવત્ રાખવાનો આદેશ છે. ઠાકરે સરકારે લોકડાઉનમાં કેટલીક રાહતો પણ આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ અંગે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ કેસ વધીને 1,64,000ને પાર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને 7429 સુધી પહોંચી ગયો છે.

નોંધનીય છે કે આ પહેલા કોરોનાની મહામારીની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્વિમ બંગાળની સરકારે તેમજ ઝારખંડની સરકારે રાજ્યોમાં લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.