1. Home
  2. revoinews
  3. ભારતમાં આજથી શરૂ થશે Covaxinનું હ્યૂમન ટ્રાયલ, આટલા તબક્કામાં ટ્રાયલ થશે
ભારતમાં આજથી શરૂ થશે Covaxinનું હ્યૂમન ટ્રાયલ, આટલા તબક્કામાં ટ્રાયલ થશે

ભારતમાં આજથી શરૂ થશે Covaxinનું હ્યૂમન ટ્રાયલ, આટલા તબક્કામાં ટ્રાયલ થશે

0
  • કોરોના વાયરસના ઝડપથી ફેલાતા સંક્રમણ વચ્ચે આજથી કોવેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ
  • ફાર્મા કંપની ભારત બાયોટેક એ આ વેકસીન તૈયાર કરી છે
  • આ વેક્સીનનું ટ્રાયલ કુલ ત્રણ તબક્કામાં થશે

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણની વચ્ચે મંગળવારથી કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ફાર્મા કંપની ભારત બાયોટેક એ આ વેક્સીન તૈયાર કરી છે. કોવેક્સીન વેક્સીનના ટ્રાયલ માટે દેશની 12 સંસ્થાનોને પસંદ કરવામાં આવી છે.

વેક્સીનનું ટ્રાયલ કુલ ત્રણ તબક્કામાં થશે. પહેલા તબક્કામાં સુરક્ષાની સાથે અનેક લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. સફળતા મળતાં બીજા અને ત્રીજા તબક્કામાં પટના એઇમ્સના ડૉક્ટર અને વેક્સીન બનાવનારી કંપનીની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના અધિકારી અને વૈજ્ઞાનિકોની ટીમના નેતૃત્વમાં ટ્રાયલ થશે.

કોવેક્સીનનું હ્મુમન ટ્રાયલ ત્રણ ચરણમાં કરવામાં આવશે. આ ત્રણેય ચરણ માટે 375 લોકો પર ટેસ્ટ કરવામાં આવશે. પહેલા ચરણમાં આજથી 125 લોકો પર કોવેક્સીનનું ટ્રાયલ કરાશે. તમામને વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે, પહેલો ડોઝ આજે અને બીજો ડોઝ 14 દિવસ બાદ અપાશે. ત્યારબાદ આ તમામ લોકોની તપાસ કરાશે. જો બધુ જ ઠીક રહ્યું તો આ પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે.

ICMR એ ફાર્મા કંપની ભારત બાયોટેક તરફથી તૈયાર કરવામાં આવેલી કોવેક્સીનના ટ્રાયલ માટે 12 સંસ્થાઓને પસંદ કરી છે. તેમા દિલ્હી અને પટના એઇમ્સ પણ સામેલ છે. ICMRએ કહ્યું કે મોટા સ્તર પર જાહેર આરોગ્યના હિતમાં વેક્સીનને ટૂંક સમયમાં લોન્ચ કરવું જરૂરી છે, પરંતુ તના માટે કોઇના સ્વાસ્થ્યની સાથે બેદરકારી ના વર્તી શકાય.

નોંધનીય છે કે ભારત બાયોટેક અને ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા તરફથી તૈયાર કરવામાં આવેલી વેકસીનને સૌથી પહેલા પ્રાણીઓ પર ટેસ્ટ કરવામાં આવી હતી. ઉંદરો અને સસલા પર કરવામાં આવેલા ટેસ્ટ સફળ રહ્યા, ત્યારબાદ ICMR પાસેથી આ વેક્સીનના હ્યૂમન ટ્રાયલને મંજૂરી લેવામાં આવી.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.