1. Home
  2. revoinews
  3. કોરોના થયો અનલોક, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,587 કેસ નોંધાયા
કોરોના થયો અનલોક, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,587 કેસ નોંધાયા

કોરોના થયો અનલોક, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,587 કેસ નોંધાયા

0
  • દેશમાં અનલોક 1.0 દરમિયાન હવે કોરોના થયો અનલોક
  • છેલ્લા 24 કલાકમાં નવા 13,587 કેસ નોંધાયા
  • કુલ 12,573 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો

દેશમાં અનલોક 1.0 બાદ કોરોના પણ જાણે અનલોક થયો હોય તેવી સ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,587 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 લાખ 80 હજારને પાર થઇ ગઇ છે. કોરોનાને કારણે 12,573 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડા અનુસાર, દેશમાં 24 કલાકમાં 336 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યારસુધી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,80,532 થઇ ગઇ છે જેમાં 1,63,248 એક્ટિવ કેસ છે અને 2,04,711 લોકોએ કોરોનાને માત આપી છે.

દેશમાં કોરોના હોટસ્પોટ ગણાતા મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા કોરોના સંક્રમિતોની સંખ્યા 1,20,504 પર પહોંચી ગઇ છે. તેમાં એક્ટિવ કેસની સંખ્યા 53,915 છે અને 5751 લોકોના આ જીવલેણ બીમારીથી મોત થયા છે.

દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાના કુલ 49,9729 કેસ નોંધાયા છે જેમાંથી 26,669 એક્ટિવ કેસ છે અને 21,341 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધી 1969 લોકોના મોત થયા છે. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.