Site icon hindi.revoi.in

કોરોના વાયરસે હવે શરીરમાં પ્રવેશ માટે શોધી લીધો નવો રસ્તો, આ રીતે પ્રવેશે છે

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ હવે વધુ ઘાતક બની શકે છે. કારણ કે તેણે હવે માનવ શરીરમાં પ્રવેશનો નવો રસ્તો શોધી લીધો છે. વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જાણ્યું છે કે કોરોના વાયરસ હવે એક પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ખાસ પ્રોટીન તેના માટે કોરોના વાયરસને રસ્તો પૂરો પાડે છે. સાયન્સ જર્નલમાં આ શોધ પ્રકાશિત થઇ છે.

વૈજ્ઞાનિકોએ કરેલી શોધમાં જણાવ્યું કે કોરોના વાયરસનું બહારના હિસ્સામાં અણીદાર અને સ્પાઇક રૂપ હોય છે. તેની બહારની સપાટી પર એક ખાસ પ્રોટીન હોય છે જે મનુષ્યના શરીરમાં આવેલી કોશિકાઓને પ્રોટીન ACE-2 સાથે જોડાઇ જાય છે. આ પ્રકારે કોરોના વાયરસ તે મનુષ્યની કોશિકાઓની અંદર ઘૂસીને સંખ્યા વધારે છે. ત્યારબાદ આ જીવલેણ વાયરસ સમગ્ર શરીર પર કબજો જમાવે છે.

શોધ વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ આ સંબંધમાં બે શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યની કોશઇયાઓમાં ઉપસ્થિત ન્યૂરોપિલિ-1 નામની પ્રોટીનની ભાળ મેળવી છે. આ પ્રોટીન પમ શરીરમાં કોરોના વાયરસના રિસેપ્ટરની જેમ કામ કરે છે.

શોધ અનુસાર કોશિકાઓમાં ઉપસ્થિત ન્યૂરોપિલિન-1 પ્રોટીનના અંશ વાયરસ ઉપર ઉપસ્થિત હતા. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તે વાયરસ આ પ્રોટીનને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતો હોય. શરીરમાં વાયરસના પ્રવેશનો બીજો રસ્તો ન્યૂરોપિલિન-1 પ્રોટીન છે તેવો જર્મની અને ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ મત જાહેર કર્યો છે.

(સંકેત)

Exit mobile version