Site icon hindi.revoi.in

કોરોના હવે ફેફસાં ઉપરાંત મગજની નસોને કરી રહ્યો છે અસર, AIIMSમાં પ્રથમ કેસ આવ્યો સામે

Human brain, computer illustration.

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં બાનમાં લેનાર કોરોના વાયરસનું સંક્રમણ હવે શરીરમાં ફેફસાં ઉપરાંત અન્ય અંગોને પણ પ્રભાવિત કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ (AIIMS)માં આવો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કોરોના વાયરસના કારણે મગજની નસોને નુકસાન થયું છે. આ કેસ માત્ર 11 વર્ષીય બાળકીનો છે. કોરોનાએ મગજની નસો પર અસર કરતા હવે તેને ધૂંધળું દેખાઇ રહ્યું છે.

બાળકીના સ્વાસ્થ્ય પર એઇમ્સના ચાઇલ્ડ ન્યૂરોલોજી વિભાગના ડૉક્ટર એક વિસ્તૃત રિપોર્ટ કરી રહ્યા છે. તેને ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. ડૉક્ટરો અનુસાર 11 વર્ષીય બાળકીના મગજમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે એક્યૂટ ડિમાલિનેટિંગ સિન્ડ્રોમ (ADS) હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકોના ઉંમર સમૂહમાં આવો પ્રથમ મામલો છે.

કોરોનાએ મગજની જે નસને નુકસાન પહોંચાડ્યું છે તે માઇલિન નામની પ્રોટેક્ટિવ લેયરથી ઘેરાયેલી હોય છે. તે મગજથી શરીરના બીજા હિસ્સામાં સંદેશને સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે. હવે કોરોના વાયરસના કારણે ADS હોવાથી માઇલિન નષ્ટ થઇ રહ્યા છે, બ્રેન સિગ્નલને ક્ષતિ પહોંચી રહી છે. તેના કારણે ન્યૂરોલોજીકલ કે તંત્રિકા તંત્રની પ્રક્રિયાને પ્રભાવિત કરીને દૃષ્ટિ, સ્નાયુઓ, બ્લેડર વગેરેને પણ નુકસાન પહોંચે તેવી સંભાવના છે.

(સંકેત)

Exit mobile version