- કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં 30 વર્ષીય વ્યક્તિ પર સફળ ટેસ્ટિંગ
- વેક્સીનનો ડોઝ અપાયા બાદ વ્યક્તિમાં કોઇ આડઅસર જોવા મળી નહીં
- પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે
કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ટ્રાયલના પ્રથમ દિવસે એક 30 વર્ષીય વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે, વેક્સીન બાદ તેમાં કોઇ પણ આડઅસર જોવા મળી નથી. જેને પગલે તેને વધુ 2 કલાક રાખ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે ધીરે ધીરે ટ્રાયલ માટે વોલેન્ટીયરની સંખ્યામાં વધારો કરાશે તેવું ટ્રાયલના મેઇન ઇન્વેસ્ટિગેટર ડૉ. સંજય રાયે કહ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી 12 થી વધારે વોલેન્ટિયર્સના મેડિકલ ટેસ્ટ થઇ ચૂક્યા છે. તેમને શુક્રવારે બોલાવવામાં આવ્યા હતા. આ બધાને 2 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
હ્યુમન ટ્રાયલના પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે. જો 2 કલાક સુધી વોલેન્ટીયરમાં કોઇ આડઅસર જોવા નહીં મળે તો તેમને રજા આપી દેવામાં આવશે.
ભારતમાં નિર્મિત કોરોના વાયરસની દવા લોન્ચ થવા માટે તૈયાર છે. દવાની વિશેષતા એ છે કે તે ખૂબ સસ્તી અને કોરોના સામે લડવા માટે અસરકારક છે. CSIR દ્વારા કોવિડ-19ની સારવાર માટે નિર્મિત કરાયેલી દવા ફેવિપિરાવિરને લોંચ કરવા માટે દવા કંપની સંપૂર્ણપણે તૈયાર છે.
(સંકેત)