Site icon hindi.revoi.in

કોરોના કવચ વીમા પોલિસીની જબરદસ્ત માંગ, વીમા કંપનીઓ પર કામનું ભારણ

Social Share

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી વ્યાપકપણે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેનાથી મૃત્યુનું જોખમ હોવાથી લોકોમાં મૃત્યુનો ડર જોવા મળી રહ્યો છે. તેથી લોકો હવે મૃત્યુ સામે કોરોના ક્વચ નામની વીમા પોલિસી ફટાફટ લઇ રહ્યા છે.

આ વર્ષના માર્ચ મહિનાથી એક તરફ લોકડાઉન લાગૂ થયું હતું તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં પહોંચ્યું હતું જેને કારણે મૃતકાંકમાં પણ વધારો થયો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના સામે ક્વચ પૂરું પાડવાના હેતુસર વીમા કંપનીઓએ કોરોના ક્વચ નામની નવી વીમા પોલિસી બહાર પાડી હતી. આ પોલિસી લોન્ચ થતા જ ખૂબ જ ટૂંકા ગાળામાં અકલ્પ્ય લોકપ્રિય થઇ ગઇ હતી અને આ પોલિસી લેવા માટે લોકોએ રીતસરનો ઘસારો કર્યો હતો.

કોરોના પ્રોટેક્શન હેલ્થ પોલિસી નામની આ પોલિસી લેવા તમામ વીમા કંપનીઓમાં ગ્રાહકોનો ભારે ઘસારો નોંધાયો હતો. આપને જણાવી દઇએ કે 10મી જુલાઇથી આ પોલિસીની જાહેરાત થઇ હતી અને રાતોરાત દેશના ખૂણે ખૂણેથી આ પોલિસીની વિપુલ પ્રમાણમાં માંગ શરૂ થઇ હતી.

આ પોલિસીની વિશેષતા એ છે કે આ પોલિસી સાથે દર્દીને યોગ્ય અને વ્યાજબી દરે સારવાર મળી શકે તેવી જોગવાઇ પણ આ પોલિસીમાં કરવામાં આવી છે જેને કારણે પણ આ પોલિસીની માંગ વધુ જોવા મળી રહી છે.

(સંકેત)

 

Exit mobile version