Site icon hindi.revoi.in

AIIMSના ડોક્ટરનો દાવો, સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે કોરોના સંક્રમણ અંગે AIIMSના ડૉક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. AIIMSના સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનુરાગ શ્રી વાસ્તવ અનુસાર સાવરણીનો ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઇપણ જગ્યાએ 3 થી 5 દિવસ સુધી રહે છે. જો કોઇ સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.

સાર્વજનિક સ્થળોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઇ વ્યક્તિ અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોક્ટરે અપીલ કરી છે કે 2 ઑક્ટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે.

લોકો કોરોના સાથે જોડાયેલા માસ્ક, કચરો, ગ્લવ્ઝ, પીપીઇ કિટને ખુલ્લામાં ના નાંખે. તેનાથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જાય છે. આ કચરો એક બેગમાં બંધ કરીને 3 દિવસ રાખવો આવશ્યક છે. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્ર કરનારને પણ સંક્રમણ લાગશે નહીં.

(સંકેત)

Exit mobile version