Site icon Revoi.in

પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટ કરશે તિરસ્કારની કાર્યવાહી, આ છે કારણ

Social Share

ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ મુશ્કેલીમાં મુકાયા છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે તેમની વિરુદ્વ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. આ પગલું કોર્ટે સ્વયંભૂ (સુઓ મોટો) લીધું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે કાર્યવાહીનું કારણ આપતા જણાવ્યું હતું કે પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાની ટીકા કરતી ટ્વીટ્સ મૂકી હતી. આ ટ્વીટ્સથી સુપ્રીમ કોર્ટ નારાજ થઇ હતી. જો કે સુપ્રીમ કોર્ટે ટ્વીટ વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી.

સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રશાંત ભૂષણ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રશાંત ભૂષણ ઉપરાંત અન્ય એક વ્યક્તિ સામે પણ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પ્રશાંત ભૂષણ સામે ક્રીમિનલ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી સિવિલ અને ક્રીમિનલ એમ બે પ્રકારની હોય છે.

નોંધનીય છે કે, ન્યાયાધીશ અરુણ મિશ્રા, ન્યાયાધીશ બી આર ગવઇ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારી આ કેસની સુનાવણી હાથ ધરવાના છે. ક્રીમિનલ તિરસ્કારની કાર્યવાહી પણ આ ત્રણ જજો હાથ ધરશે.

મહત્વનું છે કે, જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમને અસ્વીકાર્ય હોય તો તમે એ ચુકાદા સામે ફેરવિચાર અપીલ કરી શકો છો પરંતુ આ રીતે ચુકાદાની કે ન્યાયાધીશની વિચારસરણની સોશિયલ મીડિયામાં ટીકા કે ટિપ્પણી કરવી એ એક ગુનો છે. તેથી આમ કરી શકાય નહીં.

(સંકેત)