Site icon hindi.revoi.in

મહિલા સશક્તિકરણ તરફ યુપી સરકાર, પોલીસમાં 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરાશે

Social Share

નવી દિલ્હી: યુપીમાં તાજેતરમાં હાથરસ સહિતની અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને યુપી સરકાર વિરુદ્વ આગળી ચિંધાઇ રહી છે ત્યારે હવે યુપી સરકારે મહિલા સશક્તિકરણ માટે એક મહત્વનું પગલું ભર્યું છે. યુપી સરકારે હવે મહિલાઓ માટે યુપીમાં ‘મિશન શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત યુપી પોલીસમાં 20 ટકા પદો પર મહિલાઓની ભરતી કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અભિયાનનું એલાન કર્યું હતું. આ અભિયાનનું એલાન કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે યુપી પોલીસમાં હવે 20 ટકા જગ્યાઓ મહિલાઓ માટે જ રહેશે. આ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓ માટે સાચી શ્રદ્વાંજલિ હશે.

દુષ્કર્મ કરનારા સામેની કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું હતું કે દુષ્કર્મ કરનારાઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને તરત જ સજા આપવામાં આવશે. દુષ્કર્મીઓ વિરુદ્વ કોઇપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

આપને જણાવી દઇએ કે યુપી સરકારે શરૂ કરેલા મિશન શક્તિ અભિયાનમાં 24 સરકારી વિભાગો તેમજ બીજી સામાજીક સંસ્થાઓને જોડવામાં આવશે. યોગીએ વધુમાં ઉમેર્યું હતું કે દુષ્કર્મીઓના પોસ્ટરો જાહેરમાં લગાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુપી સરકારનુ મિશન શક્તિ અભિયાન 25 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં તમામ જિલ્લાઓના સરકારી અધિકારીઓને જોડવામાં આવશે.મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર કાર્યક્મરોનુ આયોજન કરાશે.ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે જાગૃતિ આવે તે માટેના મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે.

(સંકેત)

Exit mobile version