1. Home
  2. revoinews
  3. ચીને 10 ભારતીય સૈનિકને કર્યા મુક્ત, ગલવાન ઘાટીમાં થયો હતો સંઘર્ષ
ચીને 10 ભારતીય સૈનિકને કર્યા મુક્ત, ગલવાન ઘાટીમાં થયો હતો સંઘર્ષ

ચીને 10 ભારતીય સૈનિકને કર્યા મુક્ત, ગલવાન ઘાટીમાં થયો હતો સંઘર્ષ

0

કેટલાક દિવસ અગાઉ પૂર્વ લદ્દાખ સ્થિત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીની સેનાએ 10 ભારતીય સૈનિકોને બંધક બનાવી લીધા હતા. સમાચાર એજન્સી PTI એ પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. PTIના રિપોર્ટ મુજબ ચીની સનાએ બે મેજર સહિત 10 ભારતીય સૈનિકોને બંધક બનાવી દીધા હતા. જો કે હવે ચીની સેનાએ ત્રણ દિવસની વાતચીત બાદ આ 10 સૈનિકોને મુક્ત કર્યા છે. જો કે આ વાત ભારતીય સેના દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવી નથી.

અગાઉ ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીને ભારતીય સેનાના સૈનિકોને બંધક બનાવ્યા છે તે દાવાને ફગાવી દીધો હતો. સેનાએ દાવાને ફગાવતા એક નિવેદનમાં કહ્યું હતું કે હિંસક અથડામણ દરમિયાન કોઇ ભારતીય સૈનિક ગુમ થયા નથી.

એવા અહેવાલ સામે આવી રહ્યા હતા કે ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને કેદ કરી દીધા છે. આ સંઘર્ષમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. ચીને હતાહતોની સંખ્યા હજુ સુધી જાહેર નથી કરી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.