Site icon Revoi.in

કેન્દ્ર સરકારે વાલ્વવાળા એન-95 માસ્કને લઇને જાહેર કરી આ ચેતવણી

Social Share

કેન્દ્ર સરકારે વાલ્વવાળા N-95 માસ્કને લઇને ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્વ ચેતવણી જાહેર કરી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી વાયરસનું સંક્રમણ અટકતું નથી અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિરુદ્વ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું કે, સ્વાસ્થ્ય કર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્ક કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિરુદ્વ છે કારણ કે આ માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ-માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે.

(સંકેત)