1. Home
  2. revoinews
  3. વિદ્યાર્થીઓ પરના દબાણને ઓછુ કરવા CBSE એ ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ 30% ઘટાડ્યો
વિદ્યાર્થીઓ પરના દબાણને ઓછુ કરવા CBSE એ ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ 30% ઘટાડ્યો

વિદ્યાર્થીઓ પરના દબાણને ઓછુ કરવા CBSE એ ધોરણ 9 થી 12નો અભ્યાસક્રમ 30% ઘટાડ્યો

0
  • કોરોના મહામારી વચ્ચે દેશના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં દબાણ
  • વિદ્યાર્થીઓ પરનો તણાવ અને દબાણ ઓછું કરવા CBSEનો નિર્ણય
  • ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરાયો

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે લોકડાઉનમાં દેશના તમામ વિદ્યાર્થીઓએ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ભણતરમાં થયેલા નુકસાનને મુદ્દે વિદ્યાર્થીઓ પર તણાવ અને દબાણ વધી રહ્યું છે. તેથી આ વિદ્યાર્થીઓનો તણાવ અને દબાણ ઓછુ કરવા માટે CBSE એ વર્ષ 2020-21 માટે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. CBSEએ 9 થી 12 ધોરણના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

આ અંગે માહિતી આપતા HRD મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરી હતી કે દેશ અને દુનિયામાં વર્તમાન સંકટને જોતા CBSEએ અભ્યાસક્રમ ફેરબદલ કરવા અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમના દબાણને ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.

ગત મહિને દિલ્હી ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાએ કોરોના મહામારીથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે તમામ ક્લાસિસ માટે 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવાની સલાહ આપી હતી. શિક્ષા વિભાગની બેઠકમાં પણ તેમણે અભ્યાસક્રમ 30થી 50 ટકા ઓછો કરવાની વાત કરી હતી. 

બીજી તરફ તાજેતરમાં જ કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ એક્ઝામિનેસન (CISCE) બોર્ડે 2021-21 સત્ર માટે ICSE અને ISC બોર્ડ પરીક્ષાઓના અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.