1. Home
  2. revoinews
  3. CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ
CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ

CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ

0
  • CBSEનું ધો.12નું પરિણામ થયું જાહેર
  • આ વર્ષનું કુલ પરિણામ 88.78 ટકા
  • www.cbseresults.nic.in પર ચેક કરી શકો છો પરિણામ

CBSE ધો.12ના વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે. CBSE એ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષનું કુલ પરિણામ 88.78 ટકા રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી CBSE પહેલા ધો.12 અને પછી ધો.10નું પરિણામ જાહેર કરે છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે બંન્નેનું એક સાથે જાહેર કરે તેવો અંદાજ હતો પરંતુ CBSEએ ધો.12નું પરિણામ પહેલા જાહેર કર્યું છે.

CBSEના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ cbse.nic.in, www.results.nic.in અથવા www.cbseresults.nic.in પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

તે ઉપરાંત IVRS મારફતે પણ વિદ્યાર્થીઓ તેનું પરિણામ જાણી શકે છે. તેના માટે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર એક નંબર ઉપલબ્ધ કરાવે છે. તેના પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પ્રાપ્ત કરી શકે છે.

વિદ્યાર્થીઓ માઇક્રોસોફ્ટ SMS ઓર્ગેનાઇઝેશન એપ ડાઉનલોડ કરીને પરિણામ મેળવી શકે છે. આ ફીચર ઓફલાઇન છે. તેનાથી પરિણામ મેળવવા માટે ઉમેદવારે ઇન્ટરનેટની આવશ્યકતા રહેતી નથી. તે ઉપરાંત તમે ડિજી રિઝલ્ટ એપ ડાઉનલોડ કરીને તેના પર પરિણામ જોઇ શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.