1. Home
  2. revoinews
  3. CBSE ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
CBSE ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

CBSE ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

0
  • CBSEએ ધોરણ-10નું પરિણામ કર્યુ જાહેર
  • www.cbseresults.nic.in પર ચેક કરી શકો છો પરિણામ
  • HRD મિનિસ્ટર રમેશ પોખરિયાલે ટ્વીટથી આપી માહિતી

હવે CBSE ના ધો.10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. CBSEએ ધારણા મુજબ 15 જુલાઇ એટલે કે આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરી દીધું છે. CBSEએ જાહેર કરેલા પરિણામમાં 91.46 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ cbse.nic.in, www.results.nic.in અથવા www.cbseresults.nic.in પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

આ અંગે ટ્વીટ કરતા માનવ સંશાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, પ્રિય વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો! CBSE એ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે અને તેને http://cbseresults.nic.in પર જોઈ શકાય છે. હું ફરી કહું છું કે, સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય અને ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ અમારી પ્રાથમિકતા છે.

નોંધનીય છે કે આ વખતે કોરોના વાયરસને કારણે એવી ધારણા હતી કે CBSE ધો.10 અને ધો.12નું પરિણામ એક સાથે જાહેર કરશે પરંતુ એવું થયું નથી. CBSEએ ધોરણ-12નું પરિણામ પહેલા જાહેર કર્યું અને ધોરણ-10નું પરિણામ આજે જાહેર કર્યું છે.

(સંકેત)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.