Site icon hindi.revoi.in

ખેડૂતો માટે સારા સમાચાર, દર વર્ષે ખાતર સબસિડી પેટે રોકડ રૂ.5000 આપવાની ભલામણ

Social Share

મોદી સરકારે આ વર્ષે ખેડૂતલક્ષી અનેક નિર્ણયો લીધા છે જેમાં ટેકાના લઘુત્તમ ભાવ બાદ હવે મોદી સરકાર ખેડૂતોને ખાતર સબસિડી પેટે રોકડ રકમ આપવા અંગે વિચારણા કરી રહી છે. ભારત સરકારના સલાહકાર એવા કૃષિ ખર્ચ અને ભાવ પંચએ પ્રથમવાર ખેડૂતોને વાર્ષિક 5,000 રૂપિયા ખાતર સબસિડી પેટે રોકડ આપવાની ભલામણ કરી છે.

સમિતિની સૂચન મજુબ ચાલુ ખરીફ અને રવિ સીઝનમાં આ ખાતર સબસિડી રૂ.2,500ના બે હપ્તાહમાં આપવી જોઇએ. જો સરકાર આ ભલામણને સ્વીકારે તો ખાતર ઉત્પાદક કંપનીઓએ સબસિડી ટ્રાન્સફર કરવાની હાલની પ્રથા બંધ કરી દેવામાં આવશે.

આપને જણાવી દઇએ કે હાલમાં બજારમાં સબસિડીવાળા ભાવે ખેડૂતો યુરિયા તેમજ પી એન્ડ કે ખાતરો મેળવે છે. સરકાર સબસિડીનો નિયમ બદલીને ખાતર કંપનીઓને સબસિડી ચૂકવણીની પદ્વતિમાં સુધારો કરવા ઇચ્છે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, કમિશન ભલામણ કરી છે કે, ખરીફ અને રવિ સીઝનની શરૂઆતમાં તમામ ખેડુતોને વાર્ષિક રૂ.5,000ની સબસિડીની રકમ બે હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ દેશમાં આશરે 9 કરોડ નોંધાયેલા ખેડુતોને ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને વાર્ષિક કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે.

નોંધનીય છે કે જો આ ભલામણને કેન્દ્રીય મંત્રીમંડળ સમૂહ દ્વારા મંજૂર કરાય તો નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર દેશના ખેડુતો અને જમીન ખેડનારાઓને કુલ 11,000 રૂપિયા સ્થાનાંતરિત કરશે – જે સાર્વત્રિક મૂળભૂત આવકની નજીક હશે.

(સંકેત)

Exit mobile version