1. Home
  2. revoinews
  3. BS-IV વાહનો ખરીદનારને ઝટકો, 31 માર્ચ બાદ વેચાયેલા વાહનોની નોંધણી નહીં થાય
BS-IV વાહનો ખરીદનારને ઝટકો, 31 માર્ચ બાદ વેચાયેલા વાહનોની નોંધણી નહીં થાય

BS-IV વાહનો ખરીદનારને ઝટકો, 31 માર્ચ બાદ વેચાયેલા વાહનોની નોંધણી નહીં થાય

0
  • દેશમાં 31 માર્ચ બાદ BS-IV વાહન ખરીદનાર માટે માઠા સમાચાર
  • હવે 31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોની નોંધણી નહીં થાય
  • સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશનને ફટકાર લગાવી

દેશમાં જે લોકોએ 31 માર્ચ બાદ BS-IV વાહનોની ખરીદી કરી છે તેના માટે માઠા સમાચાર છે. સુપ્રીમ કોર્ટ એ મોટો ચુકાદો આપતાં BS-IV વાહનો પર પોતાના 27 માર્ચ 2020ના આદેશને પરત લઇ લીધો છે. હવે 31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોનું રજિસ્ટ્રેશન નહીં થાય.

બીએસ-આઇવી વાહનોનું વેચાણ અને નોંધણીની મંજૂરીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશનને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે દેશમાં એક નિયત સંખ્યામાં વાહનોને વેચવાની મંજૂરી આપવામાં આવી, પરંતુ કાર નિર્માતા કંપનીઓએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેથી અમે અમારો જૂનો આદેશ પરત લઇ રહ્યા છીએ. મામલાની આગામી સુનાવણી હવે 23 જુલાઇએ હાથ ધરાશે.

હવે 31 માર્ચ બાદ વેચાયેલા BS-IV વાહનોની નોંધણી નહીં થાય. સુપ્રીમ કોર્ટે પોતાના 27 માર્ચના ચુકાદાને પરત લઇ લીધો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જો વેચાણ 31 માર્ચ પહેલા થયું હશે તો જ નોંધણી થઇ શકશે. જો ડીલરે E-Vahan પોર્ટલ પર ડેટા અપલોડ નથી કર્યો તો વેચાણ નહીં માનવામાં આવે. આ ગ્રાહકો માટે મોટો આંચકો છે.

મહત્વનું છે કે, 27 માર્ચે BS-IV વાહન વેચવા માટે કંપનીઓને 10 દિવસનો વધારે સમય અપાયો હતો. જો કે કંપનીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા 1,05,000 ગાડીઓ વેચવાને બદલે 10 દિવસની અંદર 2,55,000 વેચી દીધી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.