- આજથી બિહારની કમાન ફરીથી નીતિશ કુમાર સંભાળશે
- આજે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ
- તેમના સિવાય અન્ય બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લે તેવી શક્યતા
પટના: આજે ફરીથી બિહારની કમાન નીતિશ કુમાર સંભાળશે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે. આજે સાંજે શપથવિધી સમારોહ યોજાશે. આપને જણાવી દઇએ કે રવિવારે જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારે રાજ્યપાલને મળી બિહારમાં નવી સરકારની રચના માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ પહેલા પટનામાં એનડીએની બેઠક યોજાઇ હતી. જેમાં નીતિશ કુમારને NDAના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓના આગ્રહ બાદ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું હોવાનો નીતિશ કુમારે દાવો કર્યો છે. જો કે નીતિશ કુમારની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લે તેવી શક્યતા છે. રેણુદેવી અને તારકિશોર પ્રસાદ નાયબ મુખ્યમંત્રીનો પદભાર સંભાળે તેવી શક્યતા છે.
આ બન્ને નેતાઓને સુશીલ મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ પણ પાઠવી હતી. તો ભાજપના વિધાનમંડળના નેતા તરીકે તારકિશોર પ્રસાદની વરણી કરાઈ છે જ્યારે રેણુ દેવીની વિધાનમંડળના ઉપનેતા તરીકે વરણી કરાઈ છે.
સુશીલ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, પાર્ટી તેમને આગળ જે જવાબદારી સોંપશે તે સ્વિકારશે, પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, ભાજપ અને સંઘ પરિવાર મને 40 વર્ષોની રાજકિય જીવનમાં એટલું આપ્યું કે કદાચ અન્ય કોઈ પાસેથી નહી મળ્યું હોય. આગળ પણ જે જવાબદારી મળશે તે નિભાવિશ. કાર્યકર્તાનું પદ તો કોઈ છીનવી શકે નહી.
(સંકેત)