Site icon hindi.revoi.in

બિહાર વિધાનસભા ચૂંટણી 29 નવેમ્બર પહેલા થશે સંપન્ન: EC

Social Share

આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણીના આયોજનને લઇને ચૂંટણી પંચે શુક્રવારે નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે એક લોકસભા બેઠક અને 64 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પંચના મતે 29 નવેમ્બર પહેલા બિહારમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન કરી લેવામાં આવશે. જો કે ચૂંટણી પંચે હજુ સુધી બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી. ટૂંક સમયમાં ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે.

ચૂંટણીના આયોજનને લઇને આજે ચૂંટણી પંચની મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તમામ રાજ્યોના ચૂંટણી અધિકારીના રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. કેટલાક રાજ્યોમાં કોરોના અને પૂરના સંકટને કારણે પેટા ચૂંટણી લંબાવવા માંગ કરવામાં આવી હતી. બિહાર ઉપરાંત દેશમાં 1 લોકસભા બેઠક અને 64 વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. તેમાં ગુજરાતમાં પણ ખાલી પડેલી વિધાનસભઆની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ શકે છે.

ચૂંટણી પંચ અનુસાર, વર્તમાન સ્થિતિમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી પણ સંયુક્ત રીતે યોજાવાની હોવાથી સુરક્ષાદળોની મુવમેન્ટ અને લોજિસ્ટિકને કોઇ તકલીફ નહીં પડે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી અને 65 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને જેડીયુ 7 સપ્ટેમ્બરે એક જ દિવસે પોતાના બિહાર મિશનનું રણશિંગું ફૂંકશે.

(સંકેત)

 

Exit mobile version