Site icon hindi.revoi.in

ચૂંટણી પંચ બિહાર ચૂંટણીની તારીખો આજે જાહેર કરશે, ગુજરાતની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની શક્યતા

Social Share

બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઇને એક સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી પંચ શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આજે બપોરે 12.30 વાગ્યે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરીને બિહારની ચૂંટણીને વેગ આપશે.

એક તરફ ચૂંટણી પંચ આજે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે ત્યારે બીજી તરફ દેશભરમાં કોરોનાની મહામારીને કારણે વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી ટાળવાની વાત કહી હતી. આ ઉપરાંત નીતિશ સરકારની સહયોગી પાર્ટીએ જુલાઇમાં ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી ટાળવા સુધીનું નિવેદન કરી દીધું હતું. પાર્ટી અનુસાર કોરોનાના સંક્રમણ દરમિયાન આટલા મોટા પાયે ચૂંટણી યોજવી સુરક્ષિત નહીં હોય. ચૂંટણી પંચ બિહાર ચૂંટણીની સાથોસાથ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, બિહારમાં 243 સભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ઓક્ટોબરમાં યોજાવાની શક્યતા છે. કોરોનાની ગાઇડલાઇન્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને કારણે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ એકથી વધુ તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.

(સંકેત)

Exit mobile version