Site icon hindi.revoi.in

દેશમાં કોરોના વેક્સીનના લૉન્ચ અંગે ભારત બાયોટેકે આપી આ અપડેટ

Social Share

નવી દિલ્હી: ભારતમાં જ નિર્મિત કોરોના વેક્સીનને લઇને એક મહત્વના સમાચાર છે. ભારત બાયોટેકને આશા છે કે તે જૂન 2021 સુધીમાં કોવેક્સિનને લઇને રેગ્યુલેટરી એપ્રુવલને માટે એપ્લાય કરી દેશે. કંપનીનો અંદાજ છે કે દેશમાં ચાલી રહેલી ટ્રાયલ્સમાંથી ડેટા કાઢવામાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે.

કોવેક્સિનની ટ્રાયલ વિશે વાત કરીએ તો કોવેક્સિનના 1-2 તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સ પૂર્ણ થઇ ચૂકી છે. ટૂંક સમયમાં 26 હજારથી વધઉ લોકો પર આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે. કંપનીએ કોરોના વાયરસની રસી પર 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને ટ્રાયલ્સ પર આ ખર્ચ કરાઇ રહ્યો છે.

આ અંગે ભારત બાયોટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાઇ પ્રસાદે કહ્યું હતું કે ઇમરજન્સી મંજૂરી આપણા હાથમાં નથી. ભારતમાં ડ્રગ કંટ્રોલર્સ પાસે તે તમામ ડેટા છે જે અમારી પાસે છે અને તેઓ ઇચ્છે તો કોઇપણ સમયે વેક્સિનને ઇમરજન્સી એપ્રુવલ આપી શકે છે. સરકારે પણ સંકેત આપ્યા છે કે કેટલીક ઇન્ડસ્ટ્રીઝને આવશ્યકતા હોય તો સીધી વેક્સીન ખરીદી શકે છે.

ટ્રાયલનું મહત્વ સમજાવતા સાઇ પ્રસાદે ઉમેર્યું હતું કે દેશમાં કોઇપણ રસીની મોટી ટ્રાયલ જરૂરી છે. મોટા ભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓ કરે છે તેવી જ રીતે આપણા કદના દેશમાં પણ મોટા પાયે રસીની અસરોની ટ્રાયલ કરવી મહત્વપૂર્ણ છે. અમારા માટે રસીની સેફ્ટી સૌથી વધુ મહત્વની છે.

નોંધનીય છે કે વિશ્વભરમાં વેક્સીન બનાવતી કેટલીક કંપનીઓએ વર્ષ 2020ના અંત પહેલા રસી લોન્ચ કરવાના સંકેતો આપ્યા છે. જો કે ભારતની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી કે ભારતને પહેલી રસી ક્યારે મળશે.

(સંકેત)

Exit mobile version