1. Home
  2. revoinews
  3. ચીનની 59 એપ્સ પરનો પ્રતિબંધ એ ડિજીટલ સ્ટ્રાઇક છે: રવિશંકર પ્રસાદ
ચીનની 59 એપ્સ પરનો પ્રતિબંધ એ ડિજીટલ સ્ટ્રાઇક છે: રવિશંકર પ્રસાદ

ચીનની 59 એપ્સ પરનો પ્રતિબંધ એ ડિજીટલ સ્ટ્રાઇક છે: રવિશંકર પ્રસાદ

0
  • ભારત સરકારે ચીનની 59 એપ્સ પર મૂકેલા પ્રતિબંધ અંગે રવિશંકર પ્રસાદની પ્રતિક્રિયા
  • જો કોઇ ભારત પર ખરાબ નજર કરશે તો તેનો અમે જડબાતોડ જવાબ આપીશું
  • ચીનની એપ્સ પરનો પ્રતિબંધ એ ડિજીટલ સ્ટ્રાઇક છે: રવિશંકર પ્રસાદ

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સમાં ખૂબ જ લોકપ્રિય એપ ટિકટોક પણ સામેલ છે. સરકારના આ પગલાથી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદે ચીનની એપ્સ પર પ્રતિબંધ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચીનની એપ્સ પરના પ્રતિબંધને ‘ડિજીટલ સ્ટ્રાઇક’ ગણાવી છે.

પશ્વિમ બંગાળમાં બીજેપીની ડિજીટલ રેલીને સંબોધિત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, “ભારત શાંતિ ઇચ્છી રહ્યું છે પરંતુ જો કોઇ આપણા દેશ પર ખરાબ નજર કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. અમે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકીને ભારતીયોનાં ડેટાનું રક્ષણ કર્યું છે. આ ડિજીટલ સ્ટ્રાઇક છે.” તેમણે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે માકપા પર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, “શા માટે માકપા ચીનની ટીકા નથી કરતું?”

આઇટી મંત્રાલયને કેટલીક ફરિયાદો મળી છે જેમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર રહેલી અમુક મોબાઇલ એપ્સ વપરાશકર્તાઓના ડેટા ચોરીને તેમને ભારત બહાર સ્થિત સર્વર પર મોકલી આપવામાં આવે છે તેવું કહેવાયું છે. આઇટી મંત્રાલયે તેના આધારે કાયદાની કલમ 69A હેઠળ વિશેષ જોગવાઇનો ઉપયોગ કરીને ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધિત એપ્સની યાદીમાં વીચેટ, બીગો લાઇવ, હેલો, લાઇકી, કેમ સ્કેનર, વીગો વીડિયો, એમઆઈ વીડિયો કૉલ-શાઓમી, એમઆઈ કોમ્યુનિટી, ક્લેશ ઑફ કિંગ્સ વગેરે સામેલ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.