Site icon hindi.revoi.in

બાબરી વિધ્વંસ કેસ મામલે કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપી દોષમુક્ત જાહેર

Social Share

લખનઉઃ દેશના બહુચર્ચિત બાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો આવી ગયો છે. બાબરી વિધ્વંસ મામલે 6 ડિસેમ્બર 1992ના રોજ જે પણ ઘટનાક્રમ સર્જાયો તેની પર CBIની વિશેષ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નહોતી. સીબીઆઇની વિશેષ અદાલતના ન્યાયાધીશ એસ કે યાદવે કહ્યું કે, બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ આયોજીત નહોતી. તેથી કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરી દીધા છે. દેશના અનેક જાણીતા અને દિગ્ગજ નેતાઓના નામ આ કેસમાં હોવાથી દેશભરની નજર આ ચુકાદા પર હતી.

બાબરી વિધ્વંસ કેસ અપડેટ્સ

કોર્ટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરી દીધા છે. વિશેષ કોર્ટે ચુકાદો સંભળાવતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, બીજેપીના સીનિયર નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે.

બાબરી વિધ્વંસ કેસ મામલે ચુકાદો સંભળાવતા ન્યાયાધીશ એસ કે યાદવે કહ્યું કે વીએચપી નેતા અશોક સિંઘલ વિરુદ્વ કોઇ સાક્ષ્ય નથી. વિવાદિત ઢાંચો પાડવાની ઘટના પૂર્વ નિયોજીત નહોતી. આ ઘટના અચાનક થઇ હતી.

કોર્ટરૂમમાં માત્ર આરોપી અને વકીલ જ રહેશે. કોર્ટરૂમમાં હાજર 26 આરોપીઓની હાજરી લેવામાં આવી ચૂકી છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 6 આરોપી કોર્ટથી ગેરહાજર છે. આ 6 આરોપી વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટની કાર્યવાહી જોશે.

બાબરી વિધ્વંસ કેસમાં સુનાવણી કરી રહેલા જીલ્લા સત્ર ન્યાયાધીશ એસ કે યાદવ જો આ મામલામાં બીજેપી નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરાને દોષિત ઠહેરાવા છે તો તેઓને મહત્તમ 5 વર્ષની સજા થઇ શકે છે.

કોર્ટરૂમમાં જજે આરોપીઓની જાણકારી માંગી. આરોપીઓના વકીલે તમામ હાજર અને ગેરહાજર આરોપીઓની જાણકારી જજ એસકે યાદવને આપી દીધી છે.

સાક્ષી મહારાજ પણ લખનઉ સ્થિત સીબીઆઈ કોર્ટ પહોંચી ગયા છે. હવે તમામ આરોપી કોર્ટમાં પહોંચી ગયા છે. જ્યારે અડવાણી સહિત કેટલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદાને સાંભળશે.

– સાધ્વી રિતંભરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચી ગયા છે. જજ એસજે યાદવ સવારે 11 વાગ્યે કોર્ટ પહોંચશે અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થશે. ચુકાદો 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યાની વચ્ચે ક્યારે પણ આવી શકે છે.

બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકલાબ અંસારીએ કહ્યું છે કે હવે આ કેસને સમાપ્ત કરી દેવો જોઈએ. કોર્ટે તમામ લોકોને દોષમુક્ત કરી દેવા જોઈએ. તેઓએ તેની પછળ તર્ક  આપ્યો કે સુપ્રીમ કોર્ટથી નિર્ણય મંદિરના હકમાં આવી ચૂક્યો છે. તેથી હવે આ કેસને ખતમ કરી દેવો જોઈએ. આવું નહીં થાય તો હિન્દુ-મુસ્લિમ એકતાને ખતરો છે.

પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળશે. બીજી તરફ રામ વિલાસ વેદાંતી, સાધ્વી રૂતુભંરા કોર્ટ પહોંચી ગયા છે. કોર્ટની અંદર 16 ખુરશીઓ લગાવવામાં આવી છે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આ છે 32 આરોપી

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રીતંભરા, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો.રામવિલાસ વેદાંતી, ચંપક રાય, મહંત ધર્મદાસ, સતિષ પ્રધાન, પવનકુમાર પાંડે, લલ્લુ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમર નાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લા , આર.એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જર.

ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ કેસ સ્પેશલ કોર્ટ, લખનઉ અયોધ્યા પ્રકરણને સોંપવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે બે વર્ષની અંદર ટ્રાયલ સમાપ્ત કરવામાં આવે. 21 મે 2017ના રોજ સ્પેશલ સીબીઆઈ કોર્ટ અયોધ્યા પ્રકરણમાં રોજરોજ સુપ્રીમ કોર્ટના આદેશના અનુક્રમમાં સુનાવણીની શરૂઆત થઈ. 8 મે 2020ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દશિત કર્યા કે આ ટ્રાયલ 3 મહિનામાં સમાપ્ત થઈ જાય અને 31 ઓગસ્ટ 2020ની તારીખ નક્કી કરી. પરંતુ ટ્રાયલ સમાપ્ત ન થતાં લૉકડાઉનની સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ ટ્રાયલ સમાપ્ત કરવાની નિશ્ચિત કરી. 1 સપ્ટેમ્બરે બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ અને 16 સપ્ટેમ્બરે સ્પેશલ જજે 30 સપ્ટેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરી.

(સંકેત)

Exit mobile version