Site icon Revoi.in

COVID-19: આર્થિક સંકટ છત્તાં ઓટોમોબાઇલ સેક્ટરે કર્મચારીઓને આપ્યું ઇન્ક્રિમેન્ટ, પગારકાપ પણ નહીં

Social Share

કોરોના વાયરસના સંકટને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દેશના અનેક સેક્ટરોની હાલત કફોડી બની હતી. આ સેક્ટર્સમાં વ્યાપારિક ગતિવિધિઓ ઠપ અને સ્થગિત થઇ જોતા મોટા પાયે મંદીનો માહોલ જોવા મળ્યો હતો જેને કારણે ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી હતી અને પગારમાં કાપ મૂક્યો હતો.

જો કે આ બધા થી વિપરીત એક સેક્ટર છે જેમાં કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સેક્ટર છે ઓટો સેક્ટર. ઓટો સેક્ટરનું કહેવું છે કે બજાર પહેલા કરતાં ઝડપી ગતિએ સુધરી રહ્યું છે જેનો ફાયદો કર્મચારીઓને આપવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટોયોટા કિરલોસ્કરે તેના કેટલાક કર્મચારીઓને ઇન્ક્રિમેન્ટ આપ્યું છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ પણ ફેક્ટરીના કર્મચારીઓને વધારે મહેનતાણું આપવાનો નિર્ણય કર્યો છે. મારુતિ સુઝુકી પણ બે મહિનાની અંદર પોતાના કર્મચારીઓને બોનસ અને ઇન્સેન્ટિવ આપી દેશે. MG મોટર્સ પણ તેના કર્મચારીઓ માટે ઇન્ક્રિમેન્ટની જાહેરાત કરી શકે છે.

કોરોના સંકટને કારણે ઑટો સેક્ટરમાં પણ મંદીનો માહોલ જોવા મળતા તેમાં કામ કરતા કર્મચારીઓને પોતાની નોકરી જવાની ચિંતા સતાવતી હતી અને પગારમાં પણ કાપ આવવાનો ભય હતો જો કે આ સંકટની સ્થિતમાં પણ કાર ઉત્પાદકોએ કર્મચારીઓને પગાર વધારો આપી તેઓને આર્થિક સકડામણમાંથી બચાવ્યા છે.

(સંકેત)