Site icon hindi.revoi.in

તહેવારોની મોસમમાં પ્રવાસીઓ વધશે તો 75% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દેવાશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવી દિલ્હી: દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ડોમેસ્ટિક ફલાઇટ્સ સેવાઓ પૂર્વવત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં બૂકિંગ પણ આવી રહ્યા છે. આગામી સમયમાં પ્રવાસી ટ્રાફિકમાં જો વધારો થશે તો 70 થી 75 ટકા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરી દેવાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે ગત સપ્તાહે જણાવ્યું હતું કે સ્થાનિક વિમાની કંપનીઓ આગામી તા.24 ફેબ્રુઆરી સુધીમાં તેમની કોવિડ પહેલાંની ડોમેસ્ટિક ફ્લાઇટ્સના 60 ટકા જેટલી ફ્લાઇટ્સ ચાલુ કરી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, એક નવી યાદીમાં મંત્રાલયે જણાવ્યું હતું કે રોજબરોજના એર ટ્રાફિકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારોને કારણે એર ટ્રાફિક વધે તેવી સંભાવના છે. પેસેન્જર ટ્રાફિક વધશે તેની સાથોસાથ ફ્લાઇટ્સની સંખ્યાની મહત્તમ મર્યાદા પણ વધારવામાં આવશે.

નોંધનીય છે કે, મંત્રાલયે ગત સપ્ટેમ્બર માસની બીજી તારીખે વિમાન કંપનીઓને ફ્લાઇટ્સની સંખ્યા મહત્તમ 60 ટકા રાખવા જણાવ્યું હતું. દેશમાં બે મહિના માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ કરાયા બાદ ગત 25મી મેથી તેને ફરી શરૂ કરવામાં આવી હતી. એરલાઇન્સને આશા છે કે સરકાર ટૂંક સમયમાં કોરોના પહેલાં ઊડતી હતી તેટલી ફ્લાઇટ્સને ઊડાવવા મંજૂરી આપી દેશે.

(સંકેત)

Exit mobile version