Site icon hindi.revoi.in

પેંગોંગ લેકમાં ચીનનો સામનો કરવા ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો અપાશે, જાણો તેની વિશેષતા

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીનની વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે.

આ બોટોને વધારે મોટી અને વધારે ઝડપી ગતિએ કામગીરી કરે તે રીતે બનાવવામાં આવી છે. તેની બનાવટ એટલી મજબૂત છે કે જો ચીની બોટની સાથે ટક્કર થાય તો પણ તેને કોઇ નુકસાન ના થાય. ભારતીય બોટમાં બહારની સપાટીએ સ્ટીલની પ્લેટો જડી લેવામાં આવશે. નવી બોટમાં સૈનિકોની બેઠક ક્ષમતા પણ વધારવામાં આવી છે જેથી વધુ સૈનિકો બેસી શકશે.

ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે બનાવાઇ રહેલી આ અત્યાધુનિક બોટમાં ભારતીય સૈનિકો વધારે સુરક્ષીત રહીને ફાયરિંગ પણ કરી શકશે. આ બોટ ભારતના જ એક શિપયાર્ડમાં બનાવાઇ રહી છે. જેમાં નજર રાખવા માટેના અને સંદેશાવ્યવહાર માટેના અત્યાધુનિક ઉપકરણો પણ લગાવવામાં આવશે. દરેક બોટમાં 30 થી 35 સૈનિકો સવાર થઇ શકશે.

મહત્વનું છે કે, અત્યારે જે બોટ ભારતના સૈનિકો પાસે છે તેમાં 10 થી 12 સૈનિકો જ બેસી શકે છે. જેની સામે ચીનની બોટમાં 30 જેટલા સૈનિકો સવાર હોય છે. છેલ્લા 7 મહિનાથી ચીન અને ભારત વચ્ચે પેંગોંગ લેકના કિનારા વિસ્તાર પર તણાવ ચાલી રહ્યો છે.

(સંકેત)

Exit mobile version