1. Home
  2. revoinews
  3. હરિયાણામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં
હરિયાણામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં

હરિયાણામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં

0
  • 15 જૂનના રોજ ગુજરાતમાં ભૂકંપ બાદ હવે હરિયાણામાં ભૂકંપ
  • જો કે ભૂકંપની તીવ્રતા 2.1 જ હોવાથી આચંકા ઓછા અનુભવાયા
  • કાશ્મીરમાં પણ કેટલાક દિવસ પહેલા આવ્યો હતો ભૂકંપ

થોડાક દિવસ પહેલા ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. હરિયાણાના રોહતકમાં ગુરુવારે સવારે 4.15 કલાકે ભૂકંપ આવ્યો હતો.

જો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 ની આસપાસ રહી હોવાથી મોટા ભાગના સ્થળોએ આંચકાની કોઇ અસર નહોતી અનુભવાઇ. છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ કાશ્મીર, ગુજરાત, દિલ્હી, ઝારખંડ, ઓડિશામાં ઓછી તીવ્રતાના ભૂંકપના આંચકા આવી ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં ભૂકંપના ઓછી તીવ્રતાના 25 આંચકા અનુભવાઇ ચૂક્યા છે.

અગાઉ મંગળવારે કાશ્મીરમાં એક મધ્યમ તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાન ક્ષેત્રમાં હતું જ્યારે ઉંડાણ જમીનની સપાટીની 100 કિમી નીચે હતું.

ગત 15 જૂનના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં ભૂકંપના હળવી તીવ્રતાના બે આંચકા આવ્યા હતા. તેના એક દિવસ પહેલા રવિવારે ક્ષેત્રમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટની ઉત્તર પશ્ચિમે 132 કિમી દૂર 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયેલો અને બીજો આંચકો 4.1ની તીવ્રતાનો હતો. રવિવારે રાતે 8:13 કલાકે તે જ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો આંચકો આવેલો. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક ક્ષેત્રોમાં પણ કંપન અનુભવાયું હતું.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.