Site icon hindi.revoi.in

અમેરિકાના ભારત સાથેના ધનિષ્ઠ સંબંધોમાં બાઇડનની છે અગત્યની ભૂમિકા, ભારતને થશે ફાયદો

Social Share

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે જો બાઇડન ચૂંટાયા છે ત્યારે જો બાઇડન વર્ષ 1970ના દશકાથી ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે. વર્ષ 2008માં બંને દેશોની વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતી માટે સેનેટની મંજૂરી અપાવવામાં તેઓએ અગત્યની ભૂમિકા નિભાવી હતી અને આતંકવાદ વિરોધી અનેક બિલોને તેમણે સમર્થન પણ આપ્યું હતું.

આપને જણાવી દઇએ કે વર્ષ 2001માં બાઇડન સેનેટની વિદેશી સંબંધી સમિતિના અધ્યક્ષ હતા અને તેઓએ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશને પત્ર લખીને ભારત પર લાગેલા પ્રતિબંધોને હટાવવાની માંગ કરી હતી. અસૈન્ય સમજૂતીને ફાઇનલ કરવા માટે બંને દેશો વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી હતી ત્યારે બાઇડન સેનેટમાં ભારતના એક અગત્યના સહયોગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર રાત્રે અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં જીત નોંધાવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડનને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરવામાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે બાઇડન જુલાઇ 2013માં ચાર દિવસીય પ્રવાસ પર ભારત આવ્યા હતા ત્યારે તેઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે મુલાકાત કરી હતી અને દિલ્હીમાં ગાંધી સ્મૃતિ સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.

બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક અને રક્ષા સંબંધોમાં મુખ્ય વિસ્તાર થયો અને તેમાં બાઇડને અગત્યની ભૂમિકા નિભાવી હતી.

નોંધનીય છે કે ઓબામા પ્રશાસને જ વર્ષ 2016માં ભારતને અમેરિકાના અગત્યના રક્ષા પાર્ટનરનો દરજ્જો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યના દાવાને પણ ઓબામા પ્રશાસને સમર્થન રક્યું હતું. પોતાના પ્રચાર દસ્તાવેજોમાં બાઇડને અમેરિકા-ભારત પાર્ટનરશીપને લઇને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે અને ક્ષેત્રમાં ખતરાઓનો સામનો કરવામાં ભારતનો સાથ આપવાની વાત કહી છે.

(સંકેત)

Exit mobile version