
હવે આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર થશે મોંઘુ, લાગશે 18 ટકા GST
હવે જો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર ખરીદવા જાવ તો કદાચ તમારે તેના પર જીએસટી ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી છે. જે વસ્તુ પર 18 ટકા GST લાગુ પડે છે તે વસ્તુઓમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ કરાયો છે. ઓથોરિટી ઑફ એડવાન્સ રુલિંગએ આ આદેશ આપ્યો છે.
એએઆરની ગોવા બેંચને સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે અપીલ કરી હતી, જેમાં કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા સેનિટાઇઝરને વર્ગીકુત કરવાનું કહેવાયું હતું. કંપનીએ દલીલ કરી હતી કે આ ઉત્પાદન પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. જો સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેના પર જીએસટી છૂટ મળશે.
AARએ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલ હેન્ડ સેનેટાઈઝર આલ્કોહોલ આધારિત છે, તેના પર 18 ટકા GST લાગશે. ઓથોરિટીએ જણાવ્યું કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ GST એક્ટમાં જે વસ્તુઓ પણ છુટછાટ મળી હોય છે, તેની જુદી યાદી હોય છે.
(સંકેત)