Site icon hindi.revoi.in

બીજી વિમાન દુર્ઘટના થતી ટળી, એરએશિયા ઈન્ડિયાનું વિમાન બર્ડ હિટ થયું, ટેક ઓફ બંધ રખાયું

Social Share

 

કેરળમાં થયેલી દુર્ઘટના બાદ બીજી દુર્ઘટના થતી ટળી
– રાંચી એરપોર્ટ પર એરએશિયાનું વિમાન બર્ડ હિટ થયું
– બર્ડ હિટ થયા બાદ ફ્લાઈટનું ટેક ઓફ સ્થગિત રખાયું

કેરળના કોઝીકોડેમાં ગઈકાલે રાત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737 લેન્ડિંગ સમયે તૂટી પડયું હતું. આ દુર્ઘટના બાદ આજે એક બીજી વિમાન દુર્ઘટના થતી ટળી છે. એરએશિયા ઇન્ડિયાના વિમાનને રાંચી એરપોર્ટ પર ટેક ઓફ સમયે બર્ડ હિટ થયું હતું. બર્ડ હિટની દુર્ઘટના બાદ ફ્લાઇટનું ટેક ઓફ ટાળવામાં આવ્યું હતું.

રાંચીથી મુંબઈની એરએશિયા ઇન્ડિયાની ફ્લાઇટમાં બર્ડ હિટ થતા તમામ મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે બાદમાં ટેક ઓફ ટાળવામાં આવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર એરએશિયા ઇન્ડિયાનું વિમાન VT-HKG ફ્લાઇટ i5-632 રાંચીથી મુંબઈ ઉડાન ભરી રહ્યું હતું અને સવારે 11:50 વાગ્યે બર્ડ હિટ થયું હોવાનું એરલાઇન પ્રવક્તાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈથી કોઝીકોડ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ શુક્રવારે રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને વિમાન લેન્ડિંગ વખતે રનવે પરથી લપસીને 35 ફૂટ ઉંડી ખાઈમાં પડ્યું હતું જેમાં 21 હતભાગીઓના મોત થયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે એક મોટી વિમાની દુર્ઘટના થતા સહેજ માટે બચી હતી.

(સંકેત)

Exit mobile version