- મહારાષ્ટ્રમાં સિગરેટ-તમ્બાકુના બંધાણી માટે મોટા સમાચાર
- મહારાષ્ટ્રમાં ખુલ્લી સિગરેટ-બિડીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ
- આ પ્રકારનો પ્રતિબંધ લગાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
મહારાષ્ટ્રમાં વ્યસનના બંધાણી માટે ખરાબ સમાચાર છે. મહારાષ્ટ્ર ખુલ્લી સિગરેટ બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ અંગે ગુરુવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સિગરેટ અને તમાકુ અધિનિયમ 2003 હેઠળ સિગરેટ બિડી સહિત તમ્બાકુ ઉત્પાદનોના પેકેટ પર સ્વાસ્થ્યને નુકસાન કરતી ચેતવણી લખવી ફરજીયાત છે.
જો કે જ્યારે લોકો ખુલ્લામાં એક સિગરેટ કે બીડી દે છે તો તે આ ચેતવણી જોઇ નથી શકતા. આ કારણોસર સરકારે ખુલ્લી બિડી, સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.
આ અંગે વાત કરતા તાતા મેમોરેયિલ હોસ્પિટલના કેન્સર સર્જન ડૉ. પંકજ ચતુર્વેદી અનુસાર આ અધિસૂચના બાદ યુવાનોના સિગરેટ બિડીના સેવનમાં ઘટાડો થશે અને વ્યસન છૂટશે. એક વારમાં આખૂ પેકેટ ખરીદવામાં વધુ પૈસા લાગશે જે તેઓની ખર્ચશક્તિ ઘટાડશે અને તેનાથી તેઓ વ્યસનમુક્ત રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં 16 થી 17 વર્ષના યુવાનોમાં ધ્રુમપાનની આદત સૌથી વધારે છે. તેમની પાસે વધારે પૈસા નથી હોતા. એટલા માટે પેકેટની જગ્યાએ છુટ્ટક સિગરેટ ખરીદે છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી યુવાનોમાં ખાસ કરીને જોવા મળતા વ્યસનમાં ઘટાડો થશે, વધુને વધુ યુવાનો વ્યસનમુક્ત બનશે. અનેક લોકોને વ્યસનથી થતા જીવલેણ કેન્સરથી બચાવી શકાશે. મહારાષ્ટ્ર સરકારના આ પ્રતિબંધ ખરા અર્થમાં અન્ય રાજ્યો માટે પણ દ્રષ્ટાંતરૂપ છે અને તેઓ પણ તેને અનુસરે તે હિતાવહ છે.
(સંકેત)