Site icon hindi.revoi.in

આ કંપનીએ ભારતમાં કોરોનાની દવા DESREMTM લોન્ચ કરી, આટલી છે કિંમત

Social Share

કોરોનાની સારવાર માટે વધુ એક દવા હવે માર્કેટમાં લોન્ચ થઇ છે. ગ્લોબલ ફાર્મા કંપની Mylan એ સોમવારે કોવિડ-19ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ભારતમાં DESREMTM નામના પોતાના રેમડેસિવીરના કર્મશિયલ લોન્ચની જાહેરાત કરી છે. હેટેરો ડ્રગ્સ લિમિટેડ અને સિપ્લા લિમિટેડ બાદ લોન્ચ થનારી આ ત્રીજી લાયસન્સ પ્રાપ્ત જેનેરિક દવા છે. આપને જણાવી દઇએ કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ જૂનની શરૂઆતમાં આ દવાને મંજૂરી આપી દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગ્લોબલ ફાર્મા કંપની બેંગલુરુમાં પોતાની ઇન્જેક્ટેબલ સુવિધા ઉપર DESREMTMનું નિર્માણ કરશે. કંપની ભારતમાં દવાનું માર્કેટિંગ કરશે અને અન્ય દેશોમાં તેની નિકાસ પણ કરશે. આ માટે કંપનીએ ગિલિયડ સાયન્સ ઇંક પાસેથી ટી લાયસન્સ મેળવ્યું છે.

ગિલિયડ વિશે વાત કરીએ તો ગિલિયડે ભારત સહિત 127 નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પોતાની નોવેલ દવાના જેનેરિક લાયસન્સ અને તેના વેચાણ માટે મેમાં માયલેન, સિપ્લા, હેટેરો ડ્રગ્સ, જુબિલેન્ટ લાઇફ સાયન્સ લિમિટેડ અને પાકિસ્તાન સ્થિત ફિરોજન્સ લેબ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આટલી હશે કિંમત

સિપ્લાએ પોતાના રેમેડેસિવીર ‘Cipremi’ની કિંમત 4,000 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. જ્યારે હેટેરો ડ્રગ્સએ પોતાના બ્રાન્ડ કોવિફર (Covifor)ની કિંમત 5,400 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. માયલેનને પોતાના પ્રોડક્ટની કિંમત 4,800 રૂપિયા પ્રતિ પીસ રાખી છે. રેમેડેસિવીરની સાથે સારવારમાં દવાની છ શીશી સામેલ છે.

(સંકેત)

 

Exit mobile version