1. Home
  2. revoinews
  3. રોહતગી બાદ અભિષેક મનુ સિંઘવી પણ નહીં લડે ટિકટોકનો કેસ, આપ્યું આ કારણ
રોહતગી બાદ અભિષેક મનુ સિંઘવી પણ નહીં લડે ટિકટોકનો કેસ, આપ્યું આ કારણ

રોહતગી બાદ અભિષેક મનુ સિંઘવી પણ નહીં લડે ટિકટોકનો કેસ, આપ્યું આ કારણ

0
  • ભારત સરકારે ભારતમાં ટિકટોક પર મૂક્યો પ્રતિબંધ
  • કંપનીનો કેસ લડવા કોઇ વકીલ નથી તૈયાર
  • હવે વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ કેસ લડવાનો કર્યો ઇનકાર

ભારત સરકાર દ્વારા ભારતમાં ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કોર્ટમાં પડકાર આપવા માટે વકીલની શોધ કરવામાં કંપનીને મુશ્કેલી પડી રહી છે. દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાથી ઇનકાર કરી દીધો છે.

આ અંગે સિંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું ટિકટોક સામે કેસ લડીશ નહીં. એક વર્ષ પહેલા ચાઇનીઝ એપ માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો અને જીત અપાવી હતી પરંતુ આ વખતે કેસ લડવાનો કોઇ ઇરાદો નથી.

આપને જણાવી દઇએ કે અગાઉ ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટિકટોકનો કેસ લડવાથી ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ચાઇનીઝ એપ માટે ભારત સરકારની વિરુદ્વ જઇશ નહીં.

સિનિયર એડવોકેટ અમન સિંહે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેમના એક જૂનિયર વકીલે કંપનીનો કેસ લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો હતો. 

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.