Site icon hindi.revoi.in

દેશભરમાં 100 એરપોર્ટ, વોટરડ્રોમ અને હેલિપોર્ટસ નિર્માણની AAIની યોજના

Social Share

નવી દિલ્હી: ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) વર્ષ 2024 સુધીમાં દેશભરમાં 100 એરપોર્ટ, વોટરડ્રોમ્સ અને હેલિપોર્ટ્સ બનાવવાની યોજના ધરાવે છે. આ યોજનાને પ્રાદેશિક વિમાન સેવા ‘ઉડાન યોજના’ હેઠળ વિકસાવવામાં આવશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉડાન યોજનાનો મુખ્ય હેતુ પ્રાદેશિક હવાઇમાર્ગ હેઠળ ગ્રાહકોને સસ્તી એરલાઇન્સ સેવાઓ આપવી તેમજ ઉડ્ડયન કંપનીઓ માટે તેને આર્થિક રીતે સક્ષમ બનાવી રાખવાનો છે. AAIની જવાબદારી ઉડાન યોજનાને લાગુ કરવાની છે. આ હેઠળ AAIની વર્ષ 2024 સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 100 એરપોર્ટ અથવા વોટરડ્રોમ્સ અથવા હેલિપોર્ટ્સ બનાવાવની યોજના છે.

ઉડાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ 50 અન્ડર-સર્વિસ અથવા નોન-સર્વિસ એરપોર્ટ્સને વિકસિત કરવામાં આવશે. આ એરપોર્ટ દેશભરના 285 એરવેઝ પર હવાઇ સેવાઓ પૂરી પાડશે. અ અંગે નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાએ જણાવ્યું હતું કે, તમામ હિસ્સેદારોએ યોજનાને જાતે જ કાર્યક્ષમ બનાવવા તરફ કામ કરવું જોઇએ.

(સંકેત)

Exit mobile version