Site icon hindi.revoi.in

કોરોના સંકટ વચ્ચે દેશમાં સાયકલની ખરીદીનો ગજબનો ટ્રેન્ડ! 5 મહિનામાં 41 લાખથી વધુ સાયકલ વેચાઇ

Social Share

જયપુર:  દેશમાં કોરોના મહામારી લાગુ થયા બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે તેનું એક કારણ એ પણ છે કે કોરોના સંક્રમણથી બચવા માટે સારી ઇમ્યુનિટી હોવી જરૂરી છે અને તેના માટે ઉત્તમ સ્વાસ્થ્ય જરૂરી છે. આ વાતને લોકો હવે સમજી ગયા છે અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત અને સતર્ક બન્યા છે.

સ્વાસ્થ્ય પ્રત્યે લોકો સચેત થયા હોવાની સાબિતી છેલ્લા 5 મહિનામાં થયેલા સાયકલના વેચાણ પરથી મળે છે. ભારતમાં છેલ્લા 5 મહિનામાં સાયકલનું વેચાણ અંદાજે બમણું થઇ ગયું છે. ઘણા શહેરોમાં લોકોને તેમની પસંદગીની સાયકલ ખરીદવા માટે રાહ જોવી પડી છે. દેશમાં પ્રથમ વાર લોકોમાં સાયકલ ખરીદીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે.

ભારત વિશ્વમાં બીજો સૌથી મોટો સાયકલ ઉત્પાદક દેશ છે. સાયકલ ઉત્પાદકોના સંગઠન AICMA અનુસાર મે થી સપ્ટેમ્બર 2020ના 5 મહિનામાં દેશમાં કુલ 41,80,945 સાયકલનું વેચાણ થયું છે.

આ અંગે માહિતી આપતા ઓલ ઇન્ડિયાન સાયકલ મેન્યુફેકચર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે બી ઠાકુરે જણાવ્યું કે, સાયકલની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. સંભવત: ઇતિહાસમાં પ્રથમ વખત સાયકલનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ પાંચ મહિનામાં સાયકલના વેચાણમાં 100 ટકાનો વધારો થયો છે. કેટલીક જગ્યાએ તો લોકોએ તેની પસંદગીની સાયકલ લેવા માટે પ્રતિક્ષા કરવી પડે છે અને હવે તો બૂકિંગ પણ ફરજીયાત બન્યું છે.

સાયકલના વેચાણના ડેટા પર નજર કરીએ તો  મે મહિનામાં આ આંકડો 4,56,818 પર પહોંચ્યો હતો. જ્યારે જૂનમાં આ આંકડો બમણો થઈને 8,51,060 સાયકલોનું વેચાણ થયું હતું. જ્યારે સપ્ટેમ્બરમાં દેશમાં એક મહિનામાં 11,21,544 સાયકલનું વેચાણ થયું છે. છેલ્લા પાંચ મહિનામાં કુલ 41,80,945 સાયકલોનું વેચાણ થયું છે.

(સંકેત)

Exit mobile version