Site icon Revoi.in

દેશભરના 90 ટકા ઉમેદવારોએ સાવચેતી સાથે NEETની પરીક્ષા આપી

Social Share

કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના નિયમોના કડક પાલન વચ્ચે તબીબી પ્રવેશ પરીક્ષા – નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ (NEET)નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે 90 ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આપને જણાવી દઇએ કે કોરોનાને કારણે જે ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી તેમની પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી ચૂકી છે. આ પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે. NEET પરીક્ષા માટે કુલ 15.97 લાખ ઉમેદવારોએ નામ નોંધાવ્યા હતા.

જે કોરોના મહામારીને પગલે અગાઉ બે વખત સ્થગિત થઈ ચૂકી હતી. રાષ્ટ્રીય પરિક્ષણ એજન્સીએ રેન્ડમ સેમ્પલિંગને આધારે જણાવ્યું હતુ કે, પરીક્ષામાં અંદાજે 85 થી 90 ટકા ઉમેદવારો બેઠા હતા. અલબત્ત, આ અંગેનો સત્તાવાર આંકડો મળી શક્યો નથી. નોંધપાત્ર છે કે, વર્ષ 2019માં 92.9 ટકા ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા.

નોંધનીય છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિદ્યાર્થીઓને સવારે 11:00 વાગ્યાથી જ સેન્ટરો પર પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાંઆવી હતી. ઘણા રાજ્યોએ ‘નીટ’ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મફત પરિવહન અને એકોમોડેશન પુરા પાડયા હતા. પશ્ચિમ બંગાળમાં તો ઉમેદવારો માટે વિશેષ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી.

 (સંકેત)