Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટની નારાજગી – 80 ટકા લોકો નથી પહેરતા માસ્ક, સરકાર માત્ર SOP બનાવે છે

Social Share

નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના વાયરસના સંક્રમણ અને કોવિડ-19ની ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ઘણા સ્થળો પર દૈનિક ધોરણે એવું જોવા મળે છે કે ઘણા લોકો માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ કરતા નથી. 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી. જે કરી રહ્યા છે તે પણ જડબા પર માસ્ક લટકાવીને ફરી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને કોઇ જ ચિંતા નથી. સરકાર તરફથી SOP બનાવી દેવામાં આવી છે. તેની પાળવાની આવશ્યકતા કોઇને નથી. સ્થિતિ દિનપ્રતિદીન વણસી રહી છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે કોરોના વાયરસના કારણે સ્થિતિ વણસી રહી છે. કેન્દ્ર અને રાજ્ય ચિંતિત જ લાગતા નથી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોરોના વાયરસને લઇને રાજ્યોએ વધારે સખત થવાની આવશ્યકતા છે. દેશના 10 રાજ્યોમાં કોરોના વાયરસના 77 ટકા કેસ છે.

બીજી તરફ રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલ અગ્નિકાંડની સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજકોટ હૉસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ-19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. અદાલતે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઇએ.

ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ.

નોંધનીય છે કે, સમગ્ર દેશમાં દિવાળી બાદ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યોમાં દૈનિક ધોરણે 1500થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા જ કેન્દ્ર સરકારે અનેક રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોનને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી હતી અને દરેક રાજ્યોને કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડકાઇના પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ વધતા કેસને લઇને અનેક રાજ્યોની સરકારની ઝાટકણી કાઢી હતી.

(સંકેત)

Exit mobile version