Site icon hindi.revoi.in

આજથી મુંબઇમાં વધુ 753 લોકલ ટ્રેન દોડશે, પરિવહન સેવા વધુ ઝડપી બનશે

Social Share

મુંબઇ: દેશમાં અત્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે અને દિવાળી પણ નજીક છે ત્યારે શહેરમાં લોકો તેના સ્વજનોની મુલાકાત લેતા હોય છે અને પરિવહન સેવા પણ વધુ વ્યસ્ત રહેતી હોય છે.  આ જ બાબતને ધ્યાનમાં રાખીને બીજી નવેમ્બરથી મહાનગર મુંબઇમાં વધુ 753 લોકલ ટ્રેનો દોડતી હશે. રેલવે તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સાથોસાથ કોરોના સંક્રમણથી બચવા માટે અગમચેતીનો ખ્યાલ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.

નવી 753 લોકલ ટ્રેનો શરૂ કરવા સાથે મુંબઇ મહાનગરમાં દોડતી લોકલ ટ્રેનોની સંખ્યા 2773ની થશે.

આ અંગે રેલવે પ્રધાન પિયૂષ ગોયલે કહ્યું હતું કે ટ્રેનની સંખ્યા વધવાથી યાત્રીઓની સગવડ સચવાશે અને તેમને સુરક્ષિત પ્રવાસ કરવાની તક સાંપડશે. યાત્રીઓ સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી અગમચેતી ધ્યાનમાં રાખે એ તેમના પોતાના હિતમાં છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે રેલવે મંત્રાલયને વિનંતી કરી હતી કે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવે.

નોંધનીય છે કે મુંબઇમાં રોજ 50 થી 60 લાખ લોકો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. ખાસ કરીને નોકરથી લોકો છૂટે એટલે કે ઘસારાના સમયે તો ટ્રેનોમાં એટલી ચીક્કાર ભીડ હોય છે કે મોટી વયના લોકો, અપંગો કે બીમાર વ્યક્તિ ટ્રેનમાં ચડી જ નથી શકતી.

(સંકેત)

Exit mobile version