Site icon hindi.revoi.in

કોરોના વોરિયર્સના સંતાનો માટે હવે MBBSમાં 5 બેઠકો રહેશે અનામત – સ્વાસ્થ્ય મંત્રી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સામે અંગ્રિમ પંક્તિ પર લડત આપી રહેલા કોરોના વોરિયર્સ માટે મહત્વના સમાચાર છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના વોરિયર્સ માટે મહત્વની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે બેચરલ ઑફ મેડિસિન એન્ડ બેચરલ ઑફ સર્જરી એટલે કે MBBSમાં કોરોના વોરિયર્સના સંતાનો માટે પાંચ બેઠકો અનામત રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજમાં MBBS બેઠકોમાં 5 બેઠકો કોરોના વોરિયર્સના બાળકો માટે અનામત રહેશે. કોરોના વોરિયર્સ એ છે કે જેઓ જમીન પર કામ કરનારા આશા વર્કર્સ અને હૉસ્પિટલમાં કામ કરનારી નર્સ કે ડૉક્ટર છે. તેમના સંતાનો માટે રાષ્ટ્રીય કોટામાં 5 બેઠકો અનામત રાખવામાં આવી છે. મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય પૂલ એમબીબીએસ/બીડીએસ સીટો હેઠળ 2020-21 માટે વોર્ડ ઑફ કોવિડ વોરિયર્સના ઉમેદવારોની પસંદગી અને નામાંકન માટે નવી શ્રેણીને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ એ તમામ કોવિડ યોદ્વાઓ પ્રતિ અમારી પ્રતિબદ્વતા છે જેઓએ નિ:સ્વાર્થ ભાવથી દેશની સેવા કરી છે.

શૈક્ષણિક વર્ગ 2020-21 માટે આ શ્રેણીની કેન્દ્રીય પૂલ MBBS/BDS બેઠકો અનામત રાખવામાં આવી છે. ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશનના એક કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ આ અગત્યની જાહેરાત કરી હતી.

કાર્યક્રમને સંબોધતા ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના વાયરસને મ્હાત આપવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, વારંવાર હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું પાલન કરીને ખુદની રક્ષા કરી શકો છો અને લોકોને આવું કરવા માટે પ્રેરિત પણ કરી શકો છો.

(સંકેત)

Exit mobile version