1. Home
  2. revoinews
  3. સરકારે આ પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ
સરકારે આ પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ

સરકારે આ પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર મૂક્યો પ્રતિબંધ

0

ગૃહ મંત્રાલયની ભલામણ પર ઇલેકટ્રોનિક અને માહિતી ટેકનિક મંત્રાલયે માહિતી ટેક્નોલોજી, અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ એસએફજેની 40 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967 હેઠળ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એક ગેરકાયદેસર સંસ્થા છે. તેમણે પોતાના હેતુ માટે સમર્થકોની નોંધણી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. 

આપને જણાવી દઇએ કે એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ શીખ જનમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો. ગત વર્ષે ગૃહ મંત્રાલયે દેશ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY) એ ભારતમાં સાયબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે અને આમ કરવાથી ભારતની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.