Site icon Revoi.in

તિરુપતિ બાલાજી મંદિરના પુજારી સહિત 140 કર્મીઓ કોરોના પોઝિટિવ

Social Share

જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 140 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી છે. આ તમામ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા મંદિરના બોર્ડે કહ્યું છે કે શ્રદ્ધાળુઓ હજી પણ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી શકશે.

શ્રદ્વાળુઓની આસ્થા અને શ્રદ્વાનું કેન્દ્ર એવા જગપ્રસિદ્વ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત 150 લોકો કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે.

આપને જણાવી દઇએ કે કોરોના વાયરસની મહામારી બાદ શરૂ કરવામાં આવેલા અનલોક દરમિયાન બોર્ડે 11 જૂનના રોજ મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાઇ વી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે, મંદિરમાં સાર્વજનિક દર્શનને રોકવા માટેની કોઇ યોજના નથી. શ્રદ્વાળુઓના કોરોના પોઝિટિવ હોવાના કોઇ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.

મંદિરના 14 પુજારી સહિત 140 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે પોઝિટિવ મળી આવેલા લોકોમાંથી 70થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મંદિરમાં અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની તકેદારી રાખવી પડશે.

આ તમામ કોરોના પોઝિટિવ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. મંદિરના મુખ્ય પુજારી રમના દીક્ષિતુલુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પુજારીઓ અને કર્મચારીઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.

(સંકેત)